અકસ્માતનો ભય ઓછો:જામનગરની મુલાકાતે રાષ્ટ્રપતિ આવ્યા ત્યારે જાહેર રોડ પરથી હટાવાયેલા સ્પીડ બ્રેકર્સ ફરીથી મુકવાની કામગીરી શરૂ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ફરીથી ગૌરવપથ પર સ્પીડ બ્રેકર્સ મુકાવાની કામગીરી શરૂ કરાઇ

જામનગરની મુલાકાતે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન અલગ-અલગ દિવસે આવ્યા હતાં અને તેઓ જે માર્ગો પરથી પસાર થવાના હતાં, ત્યાંથી સ્પીડ બ્રેકરો રાતોરાત હટાવી લીધા હતાં. જે સ્પીડ બ્રેકરો ફરીથી લગાવવા લોક માંગ ઉઠતા અમુક વિસ્તારમાં સ્પીડ બ્રેકર્સ ફરીથી મુકવાની કામગીરી શરૂ કરાઇ છે.

રીંગ રોડ પર ગીચ વસ્તિ વચ્ચેથી ઘણી ચોકડીઓ પર અકસ્માતોનો ભય રહે છે. જ્યારે રવિપાર્ક ટાઉનશીપ અને સામેની નિલકંઠ ટાઉનશીપ વચ્ચેની ચોકડી પર ગમખ્વાર અકસ્માતોનો ભય હંમેશા ઝળુંબતો રહેતો હોવાથી ત્યાં પણ બન્ને તરફ ફરીથી સ્પીડ બ્રેકરો મૂકવાની તાતિ જરૃર છે.

બીજી તરફ લાંબા સમયથી ખોડીયાર કોલોનીથી મહાકાળી સર્કલનો માર્ગ બંધ છે અને ખેતીવાડી ફાટક પર રેલવે ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે હવે તે ટૂંક સયમાં ખુલલો મૂકવાનો છે, ત્યારે તે માર્ગે પણ કેટલાક સ્થળે સ્પીડ બ્રેકરોની જરૂર પડી શકે છે.

સમર્પણ હોસ્પિટલથી દિગ્જામ મિલ થઈને બેડી બંદર તરફ રીંગ રોડ કાઢવામાં આવ્યો ત્યારે યાદવનગર અને બેડીબંદરના વિસ્તારો વચ્ચે બહુ વસવાટ ન હતો, પરંતુ હવે ઢીંચડા- બેડી બંદર સુધી સંખ્યાબંધ સોસાયટીઓ તથા ટાઉનશીપો ઉભી થઈ ગઈ છે. ઘણાં શૈક્ષણિક સંકુલો, નાની મોટી માર્કેટો તથા રહેણાંક વિસ્તારો વધી રહ્યા છે.

બીજી તરફ એ જ રસ્તે ખંભાળીયા બાયપાસ તરફ બેડી બંદર તરફ જતાં મોટા મોટા ટ્રકો,ટેન્કરો વગેરે પણ પસાર થાય છે. તે ઉપરાંત લોકલમાં બાઇક અને કાર તથા રિક્ષા વગેરેનો ટ્રાફીક પણ ઘણો વધ્યો છે, તેથી જામનગર નજીકના ગામ સરમત કે આજુ બાજુના વિસ્તારમાંથી દરિયાકાંઠે બાયપાસ નિર્માણ કરીને તેને બેડી બંદર સાથે જોડવાની માંગ પણ ઉઠવા લાગી છે. જેથી રહેણાંક વિસ્તારોમાંથી તોતીંગ ટ્રકોના કારણે અકસ્માતોનો ઝળુબંતો ખતરો ટાળી શકે જેથી અત્યારે સ્પીડ બ્રેકરો ફરીથી નાંખવા જ પડે તેમ છે.

તંત્ર દ્વારા શહેરના ગૌરવ પંથ ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે. ત્યારે હાલ તો અમુક સ્પીડ બ્રેકર મુકાયા છે. ત્યારે લોકો દ્વારા પણ માગણી કરવામાં આવે છે કે, અકસ્માત અટકે અને ઘટે તે માટે સ્પીડ બ્રેકર મુકવા અત્યંત જરૂરી છે, જેથી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...