તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નૌસેના દિવસની ઉજવણી:વાલસૂરામાં નૌસેના જવાનોના અંગકસરતના દાવ, મશાલ પ્રદર્શન, હથિયાર સાથેની પરેડથી દર્શકો મંત્રમુગ્ધ

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર નૌસેનાના પ્રમુખ વિધુત સંસ્થાન આઇએનએસ વાલસૂરામાં નૌસેના દિવસની ઉજવણી અંતર્ગત બીટીંગ રીટ્રેટ સેરેમનીમાં જવાનોએ દિલધડક કવાયત રજૂ કરી હતી. નૌસેના જવાનોના અંગકસરતના દાવ, મશાલ પ્રદર્શન, હથિયાર સાથેની પરેડથી દર્શકો મંત્રમુગ્ધ થયા હતાં.

જામનગર આઇએનએસ વાલસૂરામાં નૌસેના દિવસ-2020 ની ઉજવણી અંતર્ગત શુક્રવારે બીટીંગ રીટ્રેટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નૌસેના બેન્ડે સંગીતની સૂરાવલી સાથે હ્દય સ્પર્શી ગીતોની ધૂન રજૂ કરી હતી. તદઉપરાંત નૌસેનાના જવાનોએ અંગકસરતની દિલધડક કવાયત, શારીરિક પ્રશિક્ષણ, મશાલ પ્રદર્શન કર્યું હતું. સાથે સાથે હથિયારો સાથેની પરેડ અને અભ્યાસ તથા વાલસૂરાના અધિકારીઓ તથા જવાનોની શારિરીક ક્ષમતા તથા સાહસને નિહાળી દર્શકો મંત્રમુગ્ધ થઇ ગયા હતાં. વાલસૂરા બેન્ડની સુમધુર સુરાવલીથી અને સૈન્ય ધૂનો પર દર્શકો વાહ વાહ પોકારી ઉઠયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો