જામનગર મહાનગર પાલિકાના આરોગ્ય કેન્દ્રો પર તજજ્ઞ તબીબોની સેવા મળશે. જેમાં સ્ત્રીરોગ, બાળરોગ, આંખ, ચામડી, હડકાના નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. શહેરીજનોને નિયત કરેલા દિવસે અને સમયે ઉપલબ્ધ સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
જામનગર મહાપાલિકા દ્વારા 15 માં નાણાંપંચની જોગવાઇ અનુસાર શહેરીજનોને તજજ્ઞ તબીબોની સેવા શહેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આપવામાં આવશે. જેમાં સ્ત્રી રોગ, બાળરોગ, એમડી ફીજીશીયન, ચામડી, આંખ, હાડકાના રોગના તબીબોનો સમાવેશ થાય છે.
શહેરના બેડી, બેડીબંદર, ઘાંચીવાડ, ગુલાબનગર, ગોમતીપુર, કામદાર કોલોની, નવાગામ, નીલકંઠ નગર, પાણાખાણ, પાનવાડા અને વિશ્રામવાડી આરોગ્ય કેન્દ્રમાં શહેરના જુદા-જુદા રોગના નિષ્ણાંત તબીબો નિયત કરેલા દિવસે સવારથી સાંજ સુધી અલગ-અલગ સમયે સેવા આપશે.
શહેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિ:શુલ્ક ઉપલબ્ધ કરવામાં આવેલી તજજ્ઞ તબીબોની સેવાનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. શહેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તજજ્ઞ તબીબોની સેવાથી લોકોને જી.જી. હોસ્પિટલ સુધી લાંબુ થવું પડશે નહી આથી જી.જી. હોસ્પિટલ પર ભારણ ઘટશે તેમા બે મત નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.