રાજયમાં છેલ્લાં થોડા દિવસોથી H3N2 એટલે કે ઇન્ફલુએન્ઝા વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જેના પગલે જામનગરમાં પણ જી.જી. હોસ્પિટલ તંત્ર એલર્ટ બન્યું છે. આ વાયરસના ગંભીર દર્દીઓ માટે ખાસ વોર્ડ શરૂ કરાયો છે. જેમાં ઓક્સિજન સાથેના 25 બેડ સહિતની આરોગ્યલક્ષી સુવિધા ઉભી કરવામાં આવી છે.
કોરોનાએ પુન: માથું ઉચકયું છે. પરંતુ કોરોના કરતા રાજયમાં H3N2 વાયરસના કેસમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. આ સ્થિતિમાં જામનગરમાં પણ વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. દિપક તીવારીએ જણાવ્યું હતું કે, H3N2 વાયરસના કેસ રાજયમાં વધી રહ્યા છે.
ત્યારે તકેદારીના ભાગરૂપે જી.જી. હોસ્પિટલના જુના બિલ્ડીંગમાં કે જયાં સ્વાઇન ફલુનો વોર્ડ હતો ત્યાં H3N2 વાયરસના ગંભીર દર્દીઓ માટે 25 બેડનો ખાસ વોર્ડ શરૂ કરાયો છે. જેમાં ઓક્સિજન સહિત તમામ આરોગ્યલક્ષી સુવિધા ઉભી કરવામાં આવી છે. તદઉપરાંત આ માટે હોસ્પિટલના તબીબોને તાલીમ પણ અપાઇ છે. ટેસ્ટીંગ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આટલું ધ્યાન જરૂર રાખો
અસર થાય તો સારવાર શું ?
વાયરસના લક્ષણો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.