જામનગરમાં વર્ષ-2006 માં ફાયરીંગ કરી બે વ્યકિતની હત્યા નિપજાવવાના ચકચારી કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે પૂર્વ જિલ્લા સરકારી વકીલની નિમણૂંક કરવામાં આવી છે. બનાવની પોલીસ તપાસમાં સોપારી કીલીંગનો ઘટસ્ફોટ થયો હતો. જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલા પંચરત્ન કોમ્પલેક્ષમાં વેપારી મિલન મોદીની ઓફીસમાં ભર બપોરે અચાનક ધસી આવેલા બે શખસોએ તમંચા, પિસ્તોલ વડે આડેધડ ફાયરીંગ કર્યું હતું.
આથી મિલનભાઇ સહીત ત્રણ વ્યકિતને ઇજા પહોંચી હતી. જયારે તેઓને મળવા આવેલા રાજકોટના એક અને અન્ય એક કોન્ટ્રાકટના ધંધાર્થી મળી બે વ્યકિતના મોત નિપજયા હતાં. બનાવ અંગે કંપનીના કોન્ટ્રાકટર સહિત 4 શખસો સામે પોલીસે ભારતીય દંડ સહિતાની હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બનાવની પોલીસ તપાસમાં સમગ્ર બનાવ સોપારી કીલીંગનો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
બનાવની તપાસ દરમ્યાન પોલીસે યુ.પી.ની જેલમાંથી કબ્જો મેળવેલા છૂટૈયા નામના આરોપી સામેનો કેસ ચાલી જતાં અદાલતે તેનો છૂટકારો ફરમાવ્યો હતો. ત્યારબાદ આ બનાવમાં પકડાયેલા અન્ય આરોપી કૌષલેશ ત્રિપાઠી સામેના કેસ માટે ખાસ સરકારી વકીલ તકીકે પૂર્વ ડીજીપી બીમલભાઇ ચોટાઇની રાજયના કાયદા વિભાગ દ્વારા નિમણૂંક કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.