વકીલો-અરજદારોને સરળતા:ચેક રિટર્ન કેસો માટે જામનગરમાં સ્પેશિયલ કોર્ટ શરૂ

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેસોનું ભારણ વધતા સ્પેશિયલ નેગોશીએબલ કોર્ટની ફાળવણી કરાઈ : વકીલો-અરજદારોને સરળતા રહેશે

જામનગરમા નેગોશીએબલ કેસોનું ભારણ વધતા જામનગરમાં સ્પેશિયલ નેગોશીએબલ કોર્ટની ફાળવણી કરવામાં આવી છે જે કોર્ટને મંગળવારથી ખુલી મુકવામાં આવતા ન્યાય પ્રક્રિયા ઝડપી અને સરળ બને તેવી આશા બંધાઈ છે.

જામનગર શહેરમાં ચેક રિટર્ન કેસો માટે હાલ એક કોર્ટ કાર્યરત છે પરંતુ દિવસેને દિવસે કોર્ટમાં નેગોશીએબલના કેસોમાં વધારો નોંધાતા કેસોનું ભારણ વધતું હતું. જેથી ન્યાય પ્રક્રિયા ઝડપી બને એને વકીલો તથા અરજદારોને કેસમાં સરળતા રહે તેવા આશય સાથે ખાસ નેગોશીએબલ કોર્ટ શરૂ કરાઇ છે.

તાજેતરમાં જ જામનગર ખાતે નિમણુક પામેલ જજ આર.બી. ગોસાઈની 11માં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રીટની સ્પેશિયલ નેગોશીએબલ કોર્ટની જામનગર કોર્ટ ખાતે શરૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નવી સ્પેશિયલ નેગોશીએબલ કોર્ટની ફાળવણીથી સુવિધામા વધારો થતા લોકોને પણ ઝડપથી ન્યાય મળશે.તેવો અરજદારોએ આશાવાદ વ્યક્ત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...