ગુજસીટોક કોર્ટનો આદેશ:જામનગરના બહુચર્ચિત ગુજસીટોક પ્રકરણના ફરાર આરોપીને હાજર થવા સ્પેશિયલ કોર્ટનો આદેશ, તેના વિરુદ્ધની ફરિયાદનો જવાબ આપવા ફરમાન

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજસીટોક પ્રકરણમાં 14 આરોપીઓ જેલમાં છે, મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ બ્રિટનની જેલમાં છે

જામનગરના ગુજસીટોકના ફરાર આરોપીને હાજર થવા રાજકોટની સ્પેશિયલ કોર્ટે ફરમાન કર્યું છે. જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ અને તેના વાઈટ કોલર સાગરીતો એ શહેરના અનેક માલેતુજાર પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હોવાની વિગતો સામે આવી હતી. હાલ આ પ્રકરણમાં 14 આરોપીઓ જેલમાં છે જ્યારે મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ બ્રિટનની જેલમાં છે. આ પ્રકરણમાં મહેશ છૈયા સહિત કુલ ત્રણ આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
મહેશ છૈયાને કોર્ટમાં હાજર રહવા ફરમાન
જામનગરના બહુચર્ચિત ગુજસીટોક પ્રકરણમાં ફરી સળવળાટ શરૂ થયો છે. રાજકોટની સ્પેશિયલ કોર્ટે આ પ્રકરણના ફરાર આરોપી એવા જામનગરના મહેશ છૈયાને આગામી ઓગસ્ટ મહિનાની 26 તારીખે કોર્ટમાં હાજરી આપવા ફરમાન કર્યું છે. તા.15-10-2020ના રોજ સીટી એ ડિવિઝન પોલીસ દફતરમાં ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ શહેરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ અને તેના વાઈટ કોલર સાગરીતો એવા ભાજપના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, પૂર્વ પોલીસ કર્મચારી વશરામ આહીર અને વકીલ માનસાતા તેમજ બિલ્ડર નિલેશ ડોલીયા સહિતના શખ્સો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે સમયાંતરે આ પ્રકરણમાં સંડોવાયેલા કુલ 14 આરોપીઓને પકડી પાડ્યા છે.
​​​​​​​​​​​​​​પ્રકરણમાં ત્રણ આરોપીઓ હજુ ફરાર
આ પ્રકરણમાં રમેશ અભાંગી, મહેશ છૈયા અને જયેશ પટેલ સહિત ત્રણ શખ્સો હજુ ફરાર છે. જેમાં મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ હાલ લંડનની જેલમાં છે જેને ભારત લઈ આવવાની પ્રક્રિયા અંતિમ ચરણોમાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ ગુનાનો ફરાર આરોપી મહેશ ઉર્ફે મુન્નો ગગુભાઈ છૈયા આહીર જે લાલવાડી શાંતિવન સોસાયટી-7માં રહેતો હતો, જેને સ્પેશિયલ કોર્ટ રાજકોટ દ્વારા તેના વિરુદ્ધની ફરિયાદનો જવાબ આપવા માટે સ્પેશિયલ કોર્ટ તા.26 ઓગસ્ટના રોજ હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. સુત્રોનું માનવામાં આવે તો મહેશ હાલ દુબઈમાં સ્થાયી થયો છે અને ત્યાં વ્યવસાય સંભાળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...