તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:જામનગરના ચકચારી ગુજસીટોકના કેસ મામલાના 7 આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાંથી રાહત નહીં, રેગ્યુલર જામીન અરજી રદ

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડર, પૂર્વ કોર્પોરેટર, પૂર્વ પોલીસકર્મી સહિત 7 આરોપીઓની જામીન અરજી રદ

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ અને તેના સાગરિતો સામે નોંધાયેલા ગુજસીટોકના કેસ મામલે ઝડપાયેલા આરોપીઓ પૈકીના સાત આરોપીઓએ સ્પેશિયલ કોર્ટમાં કરેલી જામીન અરજી કોર્ટે રદ કરી દીધી છે.

જામનગરના કુખ્યાત જમીન માફિયા અને ખંડણીખોર જયેશ પટેલ અને તેની ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની ખાડે ગયેલ સ્થતિને નાથવા ખુદ સરકારે રસ લઇ કાર્યવાહી કરી હતી. જયેશ પટેલ આણી મંડળી સામે નોંધાયેલ ફરિયાદ બાદ 12 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી.પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલ ત્રણ હજાર પાનાંના ચાર્જસીટમાં પણ ચોકાવનાર ખૂલાસા થયા હતા. દરમિયાન 12 પૈકીના 7 આરોપીઓએ જેલમાંથી છૂટવા જામીન અરજી કરી હતી. આ અરજીના કામે બંને પક્ષે કરવામાં આવેલ દલીલો પૂર્ણ થયા બાદ સ્પેશિયલ કોર્ટે દ્વારા આજે જામીન અરજી રદ કરી દેવામા આવી છે.

સરકારે જયેશ પટેલને નાથવા માટે પ્રથમ એસપી તરીકે દીપન ભદ્રનની નિમણુક કરી સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે, હવે જયેશ પટેલની ખેર નથી. એસપી ભદ્રને પોતાની ટીમના સભ્યોને રાજ્યભરમાંથી જામનગરમાં બોલાવી લઇ શરુ કર્યું ઓપરેશન જયેશ પટેલ, પોલીસે જયેશ પટેલનું નેટવર્ક સંભાળતા ભાજપના પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, પૂર્વ પોલીસકર્મી વસરામ આહિર, બિલ્ડર નીલેશ ટોલિયા અને વકીલ વીએલ માનસતા સહિતનાઓ સામે ગુજ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આ તમામ શખ્સોને જેલ ભેગા કરાયા હતા. બાદમાં જયેશ વકીલ કિરીટ જોશીની હત્યા નિપજાવનારા ત્રણ ભાડુતી માણસોને પશ્ચિમ બંગાળથી ઉઠાવી લીધા હતા. આ ત્રણેય શખ્સોને ઉઠાવી લીધાના દિવસે જ વધુ એક સારા સમાચાર લંડનથી આવ્યા હતા. લંડન પોલીસે પણ જયેશ પટેલને દબોચી લીધો હતો.

ગુજ્સીટોક સબબ પકડાયેલ સખ્સો પૂછપરછ દરમિયાન ગેંગ પાસેથી પોલીસે ખંડણી પેટે ઉઘરાવેલ પાંચ કરોડની રકમ રીકવર કરી છે અને સમગ્ર રેકેટનો મુખ્ય સુત્રધાર જયેશ પટેલ હોવાનું પોલીસે ચાર્જશીટમાં સ્પષ્ટ કર્યું છે. પોલીસે રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં 3 હજાર પેજનું ચાર્જશીટ રજુ કર્યું છે. આ ઉપરાંત જયેશ પટેલ કેટલા માલેતુજારોને શિકાર બનાવ્યા તેમજ ખંડણી ક્યાં રૂટ-ચેનલથી વસુલી નિયત સ્થળે પહોચતી કરવામાં આવતી આ તમામ બાબતોને ચાર્જશીટમાં વણી લેવામાં આવી છે. ચાર્જશીટ રજુ થયા બાદ ભાજપના પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, પૂર્વ પોલીસકર્મી વસરામ આહિર, બિલ્ડર નીલેશ ટોલિયા અને વકીલ વીએલ માનસતા, બિલ્ડર મુકેશ અભંગી, પ્રવીણ ચોવટિયા અને પ્રફુલ પોપટ સહિતનાઓએ રેગ્યુલર જામીન માટેની અરજી દાખલ કરી હતી. રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં બંને પક્ષની દલીલો બાદ કોર્ટે દ્વારા સાતેય આરોપીની જામીન અરજી રદ કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...