તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ કેવો વિરોધાભાસ:ખાસ નાગરિકો બિન્દાસ્ત, 25 આમનાગરિકોને દંડ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાસ્કરે છેલ્લા કેટલાક દિવસોની એ તસવીરો એકઠી કરી, જેમાં નેતાઓ જ સોશિયલ ડિસ્ટન્સ, માસ્કના નિયમોનો ઉલાળિયો કરતા દેખાયા !
 • કોરોનાના મામલે જામનગર પ્રશાસન દોષનો ટોપલો જનતા પર ઢોળી રહ્યું છે, તો આ નેતાઓએ પણ કઇ ગાઇડલાઇન પાળી છે
 • મહામારી સાથે મિલિભગત : કોરોનાએ ખાસ નાગરિકો સાથે MOU કર્યા છે ?
 • મનપાની ટીમોએ શહેરીજનોને રૂા.13,900નો દંડ કર્યો : માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાે અભાવ મોંઘો પડ્યો

જામનગર મહાનગર પાલિકાની ટીમ દ્વારા માસ્ક નહીં પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ રપ લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી, અને રૂા.13,900 ની દંડનીય વસૂલાત કરવામાં આવી હતી. જામનગરમાં વધતા જતા કોરોના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. માસ્ક નહીં પહેરનારા અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી માટે હવે મહાનગરપાલિકાની ટીમ પણ મેદાનમાં ઉતારવમાં આવી છે.

મહાનગર પાલિકાની ટીમ દ્વારા માસ્ક અંગેના નવ લોકો સામે કેસ કરવામાં આવ્યા હતાં અને રૂા.9000ની દંડનીય વસૂલાત કરી હતી, જ્યારે સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ૧૬ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને રૂા.4900ની દંડનીય વસૂલાત કરવામાં આવી હતી. આમ ગુરૂવારે 25 લોકો પાસેથી કુલ રૂા.13,900 ની વસૂલાત કરાઈ હતી, જ્યારે ચાર દિવસમાં માસ્કના કુલ ર૬ કેસમાં રૃપિયા 26 હજારની અને સોશ્યલ ડિસ્ટન્સમાં 40 લોકો સામે કાર્યવાહી કરી રૂા.16,700ની વસૂલાત મળી ચાર દિવસના અંતે કુલ ૬૬ લોકો પાસેથી રૂા. 42,700ની દંડનીય વસૂલાત કરવામાં આવી છે. હજુપણ મહાપાલિકા દ્વારા શહેરની દુકાનો તથા જુદા-જુદા વિસ્તારો અને શોપીંગ સેન્ટરમાં માસ્ક ન પહેરનારા લોકો પર તવાઇ બોલાવાશે.

હજારો માનવજિંદગીને ભરખી જનારી મહામારીએ એક વર્ષનું ચક્ર પુરૂં કરીને ફરીથી માથું ઉંચક્યું છે. કચડાયેલો સાપ બમણાં જોરથી કરડવા દોડે એવું કોરોનાના મામલે ન જ થાય એ જોવાની જવાબદારી આપણા બધાની છે. જામનગરમાં ગયા વર્ષે સમગ્ર કોરોનાકાળ દરમિયાન ભાસ્કરે લોકહિત, જનઆરોગ્ય, અને સમાજની સર્વાંગે સુખાકારીની સતત ખેવના રાખી હતી. ‘હું શપથ લઉ છું’ ઝૂંબેશ, સ્મશાનમાંથી સત્યને ખોળી કાઢી પ્રશાસન દ્વારા છુપાવાતા મોતના આંકડાનો પર્દાફાશ, કન્ટેઈનમેન્ટ એરિયાનું બિહામણું સત્ય, સરકારી કચેરીઓ અને પોલીસ કાર્યવાહીનું સમયાંતરે રિયાલિટી ચેક સહિતના સિલસિલાબંધ અહેવાલોથી પ્રશાસનને સતત જાગતું અને ધબકતું રાખવા ઉપરાંત, ન્યૂઝ વીથ નોલેજ અને જાહેર હિતના મામલા પણ અવિરત ઉઠાવીને દિવ્ય ભાસ્કરે પોતાનો અખબારી ધર્મ નિભાવ્યો હતો.

હવે ફરીથી કોરોનાના કેસો વધવા માંડ્યા છે અને પ્રશાસને પણ પૂન: અસરકારક પગલાં ભરવા કમર કસી લીધી છે ત્યારે આ મહામારીને વધુ એકવાર ધૂળ ચાટતી કરી દેવાની આપણાં સૌની સંયુક્ત જવાબદારી છે. આ કપરા સમયમાં આપના સુધી નિર્ભિક, નિર્ભેળ અને નિષ્પક્ષ સમાચારો નિરંતર પહોંચાડવાનો ભાસ્કર ટીમ વધુ એક વાર કોલ આપે છે. માત્ર સનસનાટી નહીં, સત્ય અને યોગ્ય સહયોગ સાથે આ સમયમાં વાચકો જે જાણવા માંગે છે એ બધુ જ આપવા માટે ભાસ્કર ટીમ કટિબદ્ધ છે. પ્રશાસનના કાર્યોનું તટસ્થ મૂલ્યાંકન થશે અને ભૂલ હશે ત્યારે કાન આમળતા પણ અચકાઈશું નહી એની પણ ખાતરી આપીએ છીએ. કારણ કે, સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવું એ પહેલેથી જ ભાસ્કરની નીતિ રહી છે.

ભાજપ​​​​​​​: પ્રજાએ વિશ્વાસ મુકીને આખા શહેરના વહિવટ માટે જંગી બહુમતિથી ચૂંટ્યા છે ત્યારે તમારી જવાબદારી તો વિશેષ બને છે

જામનગરના મેયર તરીકે બીનાબેન કોઠારીનું નામ જાહેર કરવા ધનસુખ ભંડેરી આવ્યા હતાં એ સમયે બધાએ હોંશેહોંશે હાર પહેરી લીધા હતાં, પણ એક વ્યકિત સિવાય બાકીના બધા નેતાઓ માસ્ક પહેરવાનું ભુલી ગયા હતાં.
જામનગરના મેયર તરીકે બીનાબેન કોઠારીનું નામ જાહેર કરવા ધનસુખ ભંડેરી આવ્યા હતાં એ સમયે બધાએ હોંશેહોંશે હાર પહેરી લીધા હતાં, પણ એક વ્યકિત સિવાય બાકીના બધા નેતાઓ માસ્ક પહેરવાનું ભુલી ગયા હતાં.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જંગી બહુમતિથી વિજેતા બન્યા પછી 12મી માર્ચે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની પ્રથમ સ્ટેન્ડીંગ બેઠક મળી હતી. આ બેઠકમાં એકપણ કોર્પોરેટરે મો અને નાક પર માસ્ક ચડાવેલું નથી. મહામારીની મજાક ઉડાવતા હોય એમ કેટલાક નેતાઓના માસ્ક દાઢી નીચે લટકી રહેલા અવશ્ય દેખાય છે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની પહેલી જવાબદારી તો પ્રજાના પ્રતિનિધિઓની જ બને છે ને ?

કોંગ્રેસ:કાેરોના ગાઇડલાઇનના સરાજાહેર ધજાગરા ઉડાવવામાં કોંગ્રેસ પણ કમ નથી, આ તસવીરો બોલતો પુરાવો છે

જામનગરમાં ગંદા પાણીની સમસ્યા મામલે વિરોધ વંટોળ ઉઠતા કોંગ્રેસના નેતાઓ પણ વહેતી ગંગામાં હાથ ધોવા સસોઇ ડેમની મુલાકાતે દોડી ગયા હતાં. જોકે, એમાંથી પણ કાેઇએ માસ્ક પહેરવાની તસ્દી લીધી ન હતી. જામનગરના હવાઇચોકમાં શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરવા માટે તાજેતરમાં જ ગયેલા શહીદદિને કોંગ્રેસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં અને સોશિયલ ડિસ્ટન્સના છડેચોક લીરેલીરા ઉડાવ્યા હતાં.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પૂર્વદિને કોંગ્રેસીઓ ભેગા થઇને પ્રાંત અધિકારીને કોઇ મુદ્દે અાવેદન આપવા પહોચ્યા હતાં. આ સમયે આવેદન આપનારા કે લેનારા કોઇએ માસ્ક પહેર્યુ ન હતું.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પૂર્વદિને કોંગ્રેસીઓ ભેગા થઇને પ્રાંત અધિકારીને કોઇ મુદ્દે અાવેદન આપવા પહોચ્યા હતાં. આ સમયે આવેદન આપનારા કે લેનારા કોઇએ માસ્ક પહેર્યુ ન હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો