ભાણવડ ખાતે પ્રાથમિક સરકારી કન્યા શાળામાં શિક્ષણ સાથે જ આંતરીક શકિતઓના વિકાસ અર્થે પ્રથમ હરોળની અભૂતપૂર્વ કામગીરી હાથ ધરતો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. સરકારી પ્રાથમિક કન્યાશાળાના પ્રિસિપાલ શંકરસિંહ બારૈયા દ્રારા શાળાને શૂન્ય માંથી સર્જન કરાયું હતું.
સરકારી કન્યા શાળાને આયોજન પૂર્વક હેતુ લક્ષી કામગીરી દ્રારા વિસ્તારમાં અવ્વલ કક્ષાએ પહોંચાડવાનું લક્ષ્ય પ્રાપ્ત કરાયું હતું. જ્યારે સરકારી શાળામાં ટેલેન્ટ ડે ઉજવણી દ્રારા વાર્ષિક મહોત્સવનું અભૂતપૂર્વ આયોજન દાતાઓ તેમજ વાલી ગણના સહયોગથી સફળતા પૂર્વક પાર પડાયું હતું.
ખંભાળિયાની વેદાંત ઓર્થોપેડિક હોસ્પિટલના ડો. અમિત નકુમ દ્રારા વતન પ્રેમને વ્યક્ત કરતો અનુદાન સહયોગ અપાયો હતો. સાથે જ પાલિકા કોર્પોરેટરો ચેતન રાઠોડ ભરત વાઘેલા તેમજ સંજય કંઝારીયા તેમજ ચેમ્બર પ્રમુખ નિમિશ ઘેલાણી દ્રારા પણ કાર્યક્રમની સિદ્ધિ હેતુ અનુદાન સમર્પિત કરાયું હતું. કાર્યક્રમમાં શાળાના બાળકો દ્રારા વિવિધ કલાત્મક નાટય કૃતિ,નૃત્ય કૃતિ રજૂ કરાઈ હતી. શિક્ષણ સાથે જ આંતર કળા દ્રારા સમાજ,રાષ્ટ્ર અને વતન ને એક હેતુલક્ષી સંદેશ આપવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.