તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ:ખદ:તાપણાના ઉડેલા તણખાએ કડબ સળગાવી, ભભૂકેલી આગ ઠારતા દાઝેલી યુવતિનું મોત

જામનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ધ્રોલ તાલુકાના દેડકદળ ગામનો બનાવ, ગંભીર રીતે દાઝી જવાથી સારવારમાં મૃત્યુ

ધ્રોલ તાલુકાના દેડકદળ ગામે ઘરે ફળીયામાં તાપણા અંદરથી એક તણખો ઉડીને કડબના ઢગલા પર પડતા ભભૂકેલી આગને પાણી વડે ઠારવા જતા અકસ્માતે દાઝી ગયેલી યુવતિનુ સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ. આ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના દેડકદળ ગામે રહેતા આરતીબેન જયંતીભાઇ ઝીંઝુવાડીયા નામની યુવતિના ઘરના ફળીયામાં ગત તા.10ના મોડીરાત્રે તાપણુ કરાયુ હતુ જેમાંથી એક તણખો ઉડી ફળીયામાં રાખેલા કડબના જથ્થા પર પડતા તુરંત કડબનો જથ્થો ભડભડ સળગી ઉઠયો હતો.જે આગને બુઝાવવા માટે આરતીબેન સહિતના પરીવારજનો પાણીનો મારો ચલાવી રહયા હતા.

જે દરમિયાન આરતીબેન પાણીની ડોલ ભરીને કડબની આગમાં નાખવા જતા તેનુ સલવાર પગમાં આવી જતા અકસ્માતે કડબના ઢગલા પાસે પડી જતા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા.આથી તેને તુરંત સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં એકાદ દિવસનુ સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની મૃતકના માતા નિમુબેન જયંતીભાઇ ઝીંઝુવાડીયાએ જાણકરતાધ્રોલ પોલીસે દોડી ગઇ વધુ તપાસ હાથ ધરી છે.વિચિત્ર અગ્નિ અકસ્માતમાં યુવતિનો ભોગ લેવાતા પરીવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો