જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં માસુમ બાળકી સાથે અઘટિત વર્તન કરનાર નરાધમ શખ્સને પકડી લીધા પછી બાળકીને ઝડપી ન્યાય મળે તે દિશામાં પણ જિલ્લા પોલીસ વડા દ્વારા કદમ ઉઠાવવામાં આવ્યું છે, અને માત્ર પાંચ દિવસમાં જ ચાર્જશીટ કરવાનો આદેશ કરાયો છે.
ખોડીયાર કોલોની વિસ્તારની માસૂમ બાળકી સાથે અઘટિત ઘટના બન્યા પછી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ ના આદેશથી બાળકીના પિતાની ફરિયાદના આધારે સાજન જંગ બહાદુર નેપાળીની કલમ 376એ.બી., 363, તેમજ આઇપીસી પોકસો એકટની કલમ 4,5,6,8,10 અને 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવ્યા પછી તમામ પુરાવાઓ એકત્ર કરી લેવાયા છે. જે દુકાનેથી બાળકી માટે ચોકલેટ ખરીદી હતી, તે વેપારીનું નિવેદન લેવાયું છે.તે ઉપરાંત જામનગર પોલીસ દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા માં પણ તપાસની ટીમ દવારા નિરીક્ષણ કરાતાં કમાન કંટ્રોલરૂમમાં બાળકીને આરોપી લઈ જતો હોવાના ફુટેજ મળ્યા છે.જે તમામ પુરાવાઓ એકત્ર કરી લેવાયા છે. જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલામાં ખૂબ જ ગંભીરતા દાખવીને કડક કાર્યવાહી કરવાના આદેશો પછી પાંચ દિવસમાં ચાર્જસીટ તૈયાર કરીને અદાલતમાં રજુ કરી દેવા કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.