તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયાએ જામનગર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી

જામનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્ટેશનના વિવિધ પરિચાલન ઇન્સ્ટોલેશન્સનું નિરીક્ષણ કર્યું

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM AVSM ADC અને એરફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના અધ્યક્ષા શ્રીમતી નિર્મલા ઘોટિયાએ 31 માર્ચ 2021ના રોજ જામનગર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

જામનગર એર ફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર એમ.એસ. દેશવાલ, વાયુ સેના મેડલ અને એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (સ્થાનિક)ના અધ્યક્ષા શ્રીમતી જ્યોતિ દેશવાલે તેમનું સ્વાગત કર્યું હતું.

AOC-ઇન-Cને તેમના આગમન સમયે '

ગાર્ડ ઓફ ઓનર' પ્રસ્તૂત કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એર માર્શલને સ્ટેશનની હાલની પરિચાલન તૈયારીઓ, પ્રવર્તમાન સુરક્ષા સ્થિતિ અને સ્ટેશન દ્વારા કરવામાં આવતી પૂર્વતૈયારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે સ્ટેશનના વિવિધ પરિચાલન ઇન્સ્ટોલેશન્સનું નિરીક્ષણ કર્યું હતું અને રાષ્ટ્રની પશ્ચિમી સરહદની સુરક્ષા માટે આ સ્ટેશન દ્વારા નિભાવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી. સ્ટેશન ખાતે વાયુ યોદ્ધાઓ દ્વારા કરવામાં આવેલા કેટલાક આવિષ્કારોની પણ તેમણે પ્રશંસા કરી હતી.

આ મુલાકત દરમિયાન, એર માર્શલે વાયુ યોદ્ધાઓ સાથે સંવાદ કર્યો હતો અને તમામ સંભવિત ઘટનાઓને નિયંત્રણમાં લેવા માટે તેમને સંપૂર્ણ સજ્જ રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે તમામ સંગઠનાત્મક લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે ગતિશિલ અભિગમની જરૂરિયાત હોવાની બાબતને રેખાંકિત કરી હતી. તેમણે તમામ કર્મીઓને પ્રવર્તમાન કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવા માટે અને એરોસ્પેસની સલામતી, માર્ગ સલામતી તેમજ સાઇબર સલામતીના તમામ ધોરણોનું હંમેશા પાલન કરવા માટે અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો