હડતાળ:કેંદ્ર સરકાર દ્વારા હોલમાર્ક સાથે અમલમાં મુકાયેલા HUIDના કાયદાના વિરોધમાં જામનગરના સોની વેપારી પણ જોડાયા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • HUIDના કારણે ફરી ઈન્સપેક્ટર રાજ આવવાની વેપારીઓએ ભીતિ વ્યકત કરી

દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા હોલમાર્ક અને HUIDના કાયદાનો અમલ કરાવાતા દેશભરના સોની વેપારીઓમાં HUID એટલે કે હોલમાર્કિંગ યુનિક IDને લઈ વિરોધ છે. ત્યારે આજે જ્વેલર્સ દ્વારા અપાયેલી એક દિવસની ટોકન હડતાળમાં ગુજરાતના તમામ જ્વેલર્સની સાથે જામનગરના સોની વેપારીઓ પણ જોડાયા હતા. જામનગરની સોની બજાર સજ્જડ બંધ જોવા મળી હતી.

સોનાના ઘરેણા ઉપર હોલમાકીંગ યુનિટ આઇડી એટલે કે 1101 ને લઈને જવેલર્સ ભારે નારાજ છે, જેનો પડઘો પાડવા આજે જ્વેલર્સે દેશમાં એક દિવસની હડતાલ પાડી છે, આ હડતાલ અંતર્ગત આજે જામનગરના ઝવેરીઓ પણ જોડાયા છે, શહેરની મુખ્ય બજાર ચાંદી બજારમાં વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યો હતો.

સોની વેપારીઓએ કહ્યું હતું, કે હોલમાર્ક સ્વીકાર્ય છે પણ HUID સામે અમારો વિરોધ છે જે અમને કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. હડતાળ પર ગયેલા સોની વેપારીઓએ HUIDના કારણે ફરી એકવાર ઈન્સપેક્ટર રાજ આવવાની પણ ભીતિ વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...