તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં થોડી રાહત, આજે કોરોના પોઝિટિવના નવા 586 કેસ સામે 588 દર્દીઓ સાજા થયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 55 દર્દીઓના મોત થયા

જામનગર જિલ્લામાં કોરોનાને લઈ થોડા રાહતના સમાચાર આવ્યા છે. આજે ઘણા દિવસો બાદ નવા કેસ કરતા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધુ આવી છે. જામનગર જિલ્લામાં આજે 586 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 588 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યાં છે. જો કે, કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓના મોતના આંકડામાં નજીવો ઘટાડો જ નોંધાયો છે.

238 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા

જામનગર જિલ્લામાં આજે 586 કેસ નોંધાયા છે. જેમાં 348 કેસ શહેરી વિસ્તારમાં તો 238 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 588 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યાં છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 52 હજાર 548 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 61 હજાર 169 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

8 વર્ષથી ઉપરની ઉંમરના લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે

રાજ્યના જે 10 જિલ્લામાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી આપવાનો નિર્ણય કરાયો છે. તેમાં જામનગરનો પણ સમાવેશ કરાયો છે. જામનગરમાં હાલ 45 વર્ષથી મોટી ઉમરના અને 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકોના રસીકરણને લઈ હાલ યુવાઓમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...