તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જામનગર શહેરમાંથી 27 ગ્રામ મેફ્રેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને એસઓજી પોલીસે દબોચી લીધો

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 27 ગ્રામ મેફ્રેડ્રોન ડ્રગ્સ સહિત કુલ રૂપિયા 2 લાખ 82 હજાર 130નો મુદ્દામાલ જપ્ત

જામનગર શહેરમાં શાકમાર્કેટ મિનાર ફળી વ્હોરા વાસ વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરી રહેલા શખ્સને મેફ્રેડ્રોન ડ્રગ્સ સાથે એસઓજી પોલીસે રેઇડ કરી પકડી પાડયો છે. જેમાં પોલીસે રૂપિયા 2 લાખ 70 હજાર 27 ગ્રામ મેફ્રેડ્રોન ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત રૂપિયા 2 લાખ 82 હજાર 130નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જામનગર શહેરમાં નશાખોરી વધી રહી છે. ત્યારે શહેરના શાકમાર્કેટ મિનાર ફળી વ્હોરા વાસ વિસ્તારમાં રહેતા સમીર ઉર્ફે જીમી ઉફે સેમ મેહમુદભાઈ અલીભાઈ શેખ જાતે સિપાઈ નામનો શખ્સ પોતાના ઘરમાં મેફ્રેડ્રોન ડ્રગ્સનો સંગ્રહ કરી બેઠો હતો તેવી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી પોલીસને મળતા તેમણે તાત્કાલિક તેમના ઘર પર રેડ કરી એક મકાનમાંથી 27 ગ્રામ ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ સાથે પકડી. જેમાં કુલ મળીને કુલ કિંમત રૂપિયા 2 લાખ 82 હજાર 130નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...