અનેક સવાલ:સામાજીક-શૈક્ષણિક કલ્યાણના સભ્યો ન આવતા અધિકારીઓ રાહ જોતા રહી ગયા

જામનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં કાર્યક્રમ હોવા છતાં દ્વારકા દર્શન કરી ચાલ્યા ગયા
  • પુરવઠા નિગમ દ્વારા કરાયેલી મંડપ અને ખુરશીઓ સહિતની તૈયારીઓ માથે પડી

ગુજરાત રાજયના સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ સમિતિના સભ્યો જામનગર ન આવતા પુરવઠા નિગમના અધિકારીઓ રાહ જોતા રહી ગયા હતાં. શહેરમાં કાર્યક્રમ હોવા છતાં દ્વારકા દર્શન કરી ચાલ્યા જતાં અનેક સવાલ ઉઠયા છે. પુરવઠા નિગમ દ્વારા મંડપ, ખુરશી સહિતની કરવામાં આવેલી તૈયારીઓ માથે પડી હતી.

રાજય સરકારની સામજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિના સભ્યો શંભુજી ઠાકોર, જેનીબેન ઠાકોર, અજમલજી ઠાકોર, રાજેન્દ્રસિંહ ઠાકોર, ભીખાભાઇ બારૈયા, બાબુભાઇ વાજા બુધવારે જામનગર અને દ્વારકાની મુલાકાતે આવ્યા હતાં. સમિતિના નકકી કરેલા કાર્યક્રમ મુજબ તેઓ જામનગર અને દ્વારકાની મુલાકાત લેવાના હતાં. પરંતુ સમિતિના સભ્યો દ્વારકા દર્શન કરી સીધા રવાના થઇ ગયા હતાં.

બીજી બાજુ સમિતિના નકકી થયેલા કાર્યક્રમ મુજબ સભ્યો જામનગરમાં બેડી વિસ્તારમાં આવેલા ગોડાઉનની મુલાકાત લેવાના હોય પુરવઠા નિગમ દ્વારા મંડપ, ખુરશી સહિતની તૈયારી કરવામાં આવી હતી. પરંતુ સમિતિના સભ્યો ન આવતા પુરવઠા નિગમના અધિકારીઓ રાહ જોતા રહી ગયા હતાં. આ અંગે પુરવઠા નિગમ મામલતદારે દેવેન ગોહિલે જણાવ્યું હતું કે, સમિતિના સભ્યો જામનગર ગોડાઉનની મુલાકાત લેવાન હતાં પરંતુ કોઇ કારણોસર જામનગર આવ્યા ન હતાં.

અન્ય સમાચારો પણ છે...