રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે કાલાવડ એ.પી.એમ.સી. ખાતે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત લઈ ખરીદ કેન્દ્રની વ્યવસ્થાઓની સમીક્ષા કરી ઉપસ્થિત ખેડૂત ભાઈઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ મુલાકાતમાં મંત્રીએ માર્કેટિંગ યાર્ડ પર ટેકાના ભાવે ચણા આપવા આવતા લાભાર્થી ખેડૂત ખાતેદારો સાથે મુલાકાત કરી હતી તેમજ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ટેકાના ભાવે થતી ખરીદી નિહાળી ત્યાંના આગેવાનો અને કાર્યકરો સાથે સંવાદ સાધ્યો હતો.
કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં 3607 ખેડૂતો દ્વારા 1,54,620 ગુણી અને 7,731 મેટ્રિક ટન ચણાનું વેચાણ કરવામાં આવ્યું છે. મંત્રીની ઉપસ્થિતમાં 232 ખેડૂતો દ્વારા 481 મેટ્રિક ટન ચણાનું વેંચાણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળીના પ્રમુખ મૌલિકભાઈ નથવાણી, યાર્ડના ડાયરેક્ટર મનસુખભાઈ વાદી, કાલાવડ નગરપાલિકા પ્રમુખ અજમલભાઈ ગઢવી, ઉપ પ્રમુખ ભુપતભાઇ વિરાણી, જે.ડી.સી.બેંકના વાઇસ ચેરમેન રાજેશભાઇ વાદી, મુકુંદભાઈ સભાયા, સંજયભાઈ ડાંગરિયા, મામલતદાર મહેશભાઈ કતિરા, દેવેન્દ્રસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા, મોહિતભાઈ મહેતા, પી.ડી.જાડેજા તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.