તસ્કરોનો તરખાટ:જામનગરના વિવિધ વિસ્તારમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો, પાંચ મકાનને નિશાન બનાવી રોકડ સહિત ઘરેણાની ચોરી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર સહિત રાજયભરમાં પોલીસ તંત્ર ચૂંટણીના બંદોબસ્તમાં લાગ્યું છે. ત્યારે તસ્કરો જાણે પોલીસતંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આ વચ્ચે જામનગર પંથકમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. મેમનગર, ગોકુલનગર, શિવનગર સહિતના વિસ્તારોમાં પાંચ જેટલા મકાનોમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

પોલીસે ઘરફોડ ચોરી અંગે તપાસ હાથ ધરી
​​​​​
પ્લમ્બરનું કામ કરતા ધીરજ ડાયાભાઇ કટેશીયાના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. મેઇન દરવાજો તોડી અંદર પ્રવેશી રૂપિયા 42 હજારની રોકડ અને કાનમા પહેરવાની સોનાની ચુક મળી કુલ 44 હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. અજાણ્યા શખ્સો સામે ચારીની સીટી-સી - ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ છે. જયારે શહેરના મોમાઇનગર વિસ્તારમાં ત્રણ જગ્યાએ ચોરી થયાની વિગતો સામે આવતા પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પ્રાથમિક વિગતો જાણી કુલ કેટલા મુદ્દામાલની ચોરી થઈ છે તે અંગે વિગતો મેળવી ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી. આ ચોરીના બનાવ અંગે નિતેશભાઈને જાણ થતા તેમણે ગઇકાલે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે. જેની તપાસ પીએસઆઇ ચલાવી રહ્યા છે. બંને ઘરફોડ ચોરી અંગે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને આજુબાજુ રહેતા લોકોની પૂછપરછ હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...