તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જામનગરમાં રેંકડી, ગુજરી બજાર અને દુકાનોને નિશાન બનાવતા તસ્કરો ઝડપાયા

જામનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બન્નેએ 12 ચોરીઓની કબુલાત આપી, નાની ચોરીઓ કરતા એટલે મોટાભાગે ફરિયાદ ન નોંધાઇ

જામનગરમાં થયેલી નાની-નાની ચોરીઓ કરનાર બે શખસોને એલસીબીએ પકડી પાડી દાેઢ વર્ષમાં થયેલી 12 ચોરીનો ભેદ ઉકેલી બંને ચોરો પાસેથી રૂા. 39,500નો મુદ્દામાલ કબજે કરી બન્નેને રિમાન્ડ પર લીધા છે.

જામનગર શહેરના મહાલક્ષ્મી ચોકમાં આવેલી દુકાનમાંથી રોકડ રકમ તેમજ ખંભાળિયા નાકે કિશોર રસ ડીપા પાસે કારમાંથી સોનાની બુંટી, મોબાઇલ વગેરે રોકડની ચેારી થતાં પોલીસ ચોકી ઉઠી હતી, જેની તપાસ કરતા એલસીબીએ બાતમીના આધારે ચાંદી બજારમાંથી સીદીક ઉર્ફે ઘેટો સલીમ મેમણ અને સફીક ઉર્ફે દતો અજીજ મેમણને રોકડ રૂપિયા, સોનાની બુંટી, સાંકળા, મોબાઇલ ફોન, ઇલેકટ્રોનિક કાંટો મળી રૂા. 39,500ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતાં, જેની પુછપરછમાં બન્ને શખસોએ દોઢ વર્ષ દરમિયાન કરેલી 12 ચોરીઓની કબુલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે બન્ને શખસોની અટક કરી વધુ પુછપરછ માટે રિમાન્ડ પર લીધા છે.

12 ચોરીઓનો ભેદ ઉકેલાયો

 • સવા વર્ષ પહેલા મેઘપર ગુજરી બજારમાંથી 5400 રોકડની ચોરી.
 • 1 વર્ષ પહેલા મેઘપર ગુજરી બજારમાંથી વેપારી પાસેથી 1200ની ચોરી.
 • 11 મહિના પહેલા મેઘપર ગુજરી બજારમાંથી રોકડ રૂા. 1700ની ચોરી.
 • ત્રણ માસ પહેલા ધ્રોલ ગાંધીચોકમાં ફુટની રેંકડીમાંથી રૂા. 2600ની ચોરી.
 • એક માસ પહેલા શહેરના માંડવીટાવર પાસે રેંકડીમાંથી રૂા. 5400ની ચોરી.
 • એક માસ પહેલા હવાઇચોકમાંથી કારમાંથી ચાંદીના સાકળા રોકડ મળી 9 હજારની ચોરી.
 • 15 દિવસ પહેલા મેઘપર બજારમાંથી વેપારીનો વજન કાંટો અને રોકડ 7 હજારની ચોરી.
 • 12 દિવસ પહેલા શહેરના તિરૂપતિ સોસાયટીમાંથી રેંકડીમાંથી 1 હજારની ચોરી.
 • 10 દિવસ પહેલા મહાલક્ષ્મી ચોકની દુકાનમાંથી રૂા. 24,500ની ચોરી.
 • 8 દિવસ પહેલા દિગ્જામ સર્કલ પાસે રેંકડીમાંથી રૂા. 900ની ચોરી.
 • 7 દિવસ પહેલા દરેડ વિશાલ ચોક ગુજરી બજારમાંથી રૂા. 700ની ચોરી.
 • 6 દિવસ પહેલા દિ.પ્લોટ-21 પાસે સાયકલની દુકાનમાંથી રૂા. 5500ની ચોરી.
અન્ય સમાચારો પણ છે...