તસ્કરો ત્રાટક્યા:જામનગરના નાઘેડીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું, સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 1.30લાખની ચોરી કરી

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને શોધવા કવાયત હાથ ધરી

જામનગર નજીક નાઘેડીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનમાંથી રૂપિયા 30 હજાર રોકડ, 4 તોલા સોનાના દાગીના સહિત કુલ રૂપિયા 1 લાખ 30 હજારના માલમતાની ચોરી કરી હતી. જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

નાઘેડીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડી ઉપરના માળની બારીની ગ્રીલ કાઢી નાખી તસ્કરોએ મકાનની અંદર પ્રવેશ કર્યો હતો. રૂમમાંથી રોકડા રૂપિયા 30 હજાર, ચાર તોલા સોનાના દાગીના મળી કુલ 1 લાખ 30 હજારના માલમતાની ચોરી કરી હતી. જેને લઈ મકાન માલિક ચિરાગ શિયાળે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસ કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને તસ્કરોને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.

આ ચોરીના બનાવની વિગત મુજબ મૂળ લાલપુર તાલુકાના દલતુંગી ગામના વતની અને હાલ જામનગર નજીક નાઘેડી ગામમાં આવેલી માધવ રેસીડેન્સીમાં રહેતા ચિરાગ કાંતિલાલભાઈ શિયાળ નામના યુવાનના બંધ રહેણાંક મકાનને ત્રણ દિવસના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હતી. જેથી તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...