જામનગર શહેર નજીક આવેલી તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં આવેલા પુષ્પક પાર્કમાં રહેતા યુવાનના મકાનમાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મકાનનો મુખ્ય દરવાજો ખોલી રૂમમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 81 હજારની માલમત્તાની ચોરી કરી ગયા હતા.
તસ્કરો સોના-ચાંદીના દાગીના સહિત રોકડ ઉઠાવી ગયા
જામનગર શહેરમાં ઢીચડા રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટી દરગાહ રોડ પરના પુષ્પક પાર્ક-6માં સંગમ બંગ્લોઝ મકાન નં.50/13 માં રહેતાં અમરેશકુમાર યાદવ નામના યુવાનના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અજાણ્યા તસ્કરો રવિવારની રાત્રિના ત્રાટક્યા હતા. તસ્કરોએ કબાટમાંથી યુવાનની પત્નીના રૂ. 20 હજારની કિંમતની સોનાની ચેઈન, રૂ. 20 હજારની કિંમતનું મંગલસૂત્ર, રૂ. 15 હજારની કિંમતના કાનમાં પહેરવાના સોનાના જુમકા, રૂ. 18 હજારની કિંમતની સોનાની 5 નંગ બાલી, રૂ. 3 હજારની કિંમતના ચાંદીના સાંકળાની ત્રણ જોડી તથા થેલામાં રાખેલી રૂ. 3 હજારની અને પર્સમાં રાખેલી રૂ. 2 હજારની રોકડ મળી કુલ રૂ. 81 હજારની કિંમતની માલમત્તાની ચોરી કરી ગયા હતાં.
પોલીસે ચક્રોગતિમાન કર્યા
રવિવારે સવારે ચોરીના બનાવની જાણ થતા યુવાને પોલીસમાં જાણ કરી હતી. જેના અધારે પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી તપાસ આરંભી ચોરીના બનાવમાં ભેદ ઉકેલવા તસ્કરોનું પગેરું મેળવવા ચક્રોગતિમાન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.