કાર્યવાહી:બેડીના ગરીબનગર વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા, પકડાઈ પણ ગયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • એલસીબીએ ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી મુદ્દામાલ જપ્ત કર્યો

જામનગરના બેડી ગરીબનગર પાણખાણ વિસ્તારમાં બે રહેણાક મકાનો ને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધા હતા, અને બંને રહેણાંક મકાનમાંથી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના અને મોબાઇલ સહિત રૂપિયા એક લાખ 80 હજારની માલમતાની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી જેની તપાસ બાદ એલસીબીઅે ગણતરીની કલાકોમાં માધાપર-ભુંગામાંથી 1 શખસને 88,950ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં ગરીબ નગર પાણખાણ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા મોહમ્મદ હાસમભાઇ થઇમના રહેણાંક મકાનમાં ગત 29મી તારીખ ના રાત્રિના સમયે કોઈ તસ્કરોએ દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને લાકડાના કબાટ માં થી 90 હજારની રોકડ રકમ, ઉપરાંત કાનમાં પહેરવાની ત્રણ જોડી સોનાની બુટ્ટી, એક જુનવાણી સોનાની બુટ્ટી વગેરેની ચોરી કરી ગયા હતા.

જયારે પાડોસમાં આવેલા અન્ય એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લઈ અંદરથી મોબાઇલ ફોન વગેરે સહિત બન્ને મકાનોમાંથી કુલ 1,80,800ની મત્તાની ચોરી કરી લઇ ગયા હતા. ચોરીના આ બનાવ અંગે મોહમ્મદભાઈએ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલને મળેલી ખાનગી બાતમીના આધારે જોડિયા-ભુંગામાં રહેતો હનીફ ઉર્ફે હનફો ચોર હુસેનમાઈ સના નામનો શખસ આ ચોરીમાં સંડોવાયેલો હોય તેને માધાપર-ભુંગા જતા રોડ પર ચોકડી પાસેથી તેને પકડી ચોરીમાં ગયેલા સેમસંગ મોબાઈલ ફોન તથા રોકડ રૂા.66,950 મળી રૂા.88,950ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેને સિટી-બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...