તસ્કરી:કાલાવડના રીનારીમાં ટેલિફોન એક્સચેન્જમાં તસ્કર ત્રાટકયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • BSNLની કચેરીને નિશાન ​​​​​​​બનાવતા તસ્કર, 46 હજારની મતા ચોરાઈ
  • ​​​​​​​કસબ અજમાવનાર તસ્કરને પકડી પાડવા માટે પોલીસની કવાયત

કાલાવડ તાલુકાના રીનારી ગામે બીએસએનએલના ટેલિફોન એકસચેન્જને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કર અંદરથી રૂ.46 હજારની કિંમતની 23 બેટરીની ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.પોલીસે રાત્રે કસબ અજમાવી માતબર મતા ચોરી કરી જનાર તસ્કરની શોધખોળ હાથ ધરી છે.આ બનાવે પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર કાલાવડ તાલુકાના રીનારી ગામે આવેલા બીએસએનએલની કચેરીમાં ગત તા. 23ના રાત્રે નવેક વાગ્યાના અરસામાં મુખ્ય ઓફિસનુ તાળુ કોઇ હથિયાર વડે તોડી નાખી કોઇ શખસો અંદર ધુસ્યા હતા જે બાદ ઓફિસ અંદરથી બેટરીના જુદા જુદા 23 સેલની ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.

ઉપરોકત રૂ.46 હજારની કિંમતના બેટરી સેલની ચોરીના આ બનાવની બીએસએનએલના જુનિયર ટેલિકોમ ઓફિસર બ્રિજમોહનલાલ સુવાલાલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો છે. માતબર માલમતાની ચોરી કરી જનારા આ તસ્કરોને પકડી પાડવા માટે પોલીસે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...