તસ્કરી:જામનગર ફરસાણની દુકાનમાં તસ્કરો ત્રાટકયા

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો 50 હજાર રોકડ, સીસી ટીવી કેમેરા, ડીવીઆર અને ફરસાણ સાથે લઇ ગયા : તપાસનાે ધમધમાટ

જામનગર શહેરના મુખ્ય માર્ગ પર આવેલી ફરસાણની દુકાન પર તસ્કરોને ત્રાટકી 50 હજાર રોકડની ચોરી કરી જઇ દુકાનમાં રહેલા સીસી ટીવી કેમેરા તથા ડીવીઆર પણ સાથે લઇ જતાં પોલીસ ધંધે લાગી છે. તસ્કરોએ દુકાનમાંથી થોડું ફરસાણ પણ સાથે લઇ ગયા હતાં.

જામનગર શહેરના મુખ્ય માર્ગ એવા ઇન્દીરા માર્ગ પર સ્મશાન ચોકડી નજીક આવેલી સુરેશ ફરસાણ માર્ટની ફરસાણની દુકાનમાં મોડીરાતે તસ્કરો ત્રાટકયા હતાં, તેઓ દુકાનનું શટર ઉચું કરી અંદર ઘૂસી ટેબલના ખાનામાં રાખેલા 50 હજાર રોકડ લઇ ગયા હતાં તેમજ દુકાનના સીસી ટીવી કેમેરા અને ડીવીઆર પણ સાથે લઇ ગયા હતાં, ચોરી બાદ તસ્કરોએ દુકાનમાંથી થોડું ફરસાણ પણ સાથે લઇ ગયા હતાં. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આજુબાજુના સીસી ટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ શંકાસ્પદોની પુછપરછ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...