ચોરી:લતીપરમાં સરકારી ક્વાર્ટરને નિશાન બનાવી 89 હજારની ચોરી કરતા તસ્કરો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાગીના, ચાંદીના આભૂષણો અને રોકડ 10 હજાર સહિત 89 હજારની ચોરી

ધ્રોલ તાલુકાના લતીપર ગામે બે દિવસ પૂર્વે રાત્રીના સરકારી ક્વાટરને નિશાન બનાવી કોઈ તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂપિયા 89 હજારની મતા ચોરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પીએસસી સેન્ટરના મહિલા કર્મચારી પોતાના ક્વાટરને તાળા મારી પુત્રના ઘરે સુવા ગયા બાદ પાછળથી તસ્કરોને મોકળું મેદાન મળી ગયુ હતું અને આરામથી તાળા તોડી ઘરમાં પ્રવેશી પોણા ત્રણ તોલાના દાગીના અને ચાંદીના આભૂષણો તેમજ રોકડ દસ હજાર સહિત 89 હજારના મુદ્દામાલની ચોરી પલાયન થઇ ગયા હોવાનું જાહેર થયું છે.

ધ્રોલ તાલુકા મથક નજીક આવેલ લતીપર ગામે સરકારી દવાખાના કવાટર્સ નં-પ રહેતા અને અહીં જ નોકરી કરતા જીજ્ઞાબેન શંકરલાલ દવે નામના મહિલા બે દિવસ પૂર્વે પોતાના ક્વાટર ખાતેના મકાનને તાળા મારી પોતાના પુત્ર જ્યાં રહે છે તે મકાને સુવા માટે ગયા હતા. પોતાના ઘરને તાળું મારીને પી.એચ.સી. સેન્ટરમા પોતાના દિકરા સાથે રાત્રે સુવા ગયેલ અને ત્યારબાદ સવારે ઉઠીને પોતાના ઘરે (ક્વાર્ટર) જતા ત્યા દરવાજામા તાડુ નકુચામાથી તૂટેલ હોવાનું સામે આવ્યું હતું.

અજાણ્યા તસ્કરો બારણુ ખોલી ક્વાર્ટરમા (ઘરમાં)રાખેલ કબાટ ના લોક તોડી અંદરથી રૂપિયા સાડા છ હજારની કિંમતની સોનાનો ઢોલ ચડાવેલ ચાર બંગડીઓ તથા પોણા તોલા વજનની રૂપિયા 18500ની કીમતની સોનાની બે વીટી તથા રૂપિયા 40 હજારની કીમતના બે તોલા વજનના વજનનું સોનાનુ પેન્ડલ સેટ જેમા ચેન તથા બે બુટી મળી તેમજ રૂા.દસ હજારની રોકડ ઉપરાંત ચાંદીનો કંદોરો જેની કિ.રૂ.7000 તથા ચાંદીના સાકરા એક જોડી જેની રૂા.2,500 તથા ચાંદીનો ચેઇન જેનીરૂ.3500 તથા ચાંદીની લક્કી જેની કિ.રૂ.1500 સહિત રૂ.89,500ના મુદ્દામાલની ચોરી થવા પામી હતી, જે અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. લતીપુર ગામે કવાર્ટરમાં માતબર માલમત્તાનો હાથફેરો કરી નાસી છૂટેલા તસ્કરોના સગડ મેળવવા માટે પોલીસે જુદી જુદી દિશામાં તપાસ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...