ચોરી:મોટી હવેલી પાસે આભૂષણોની દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રેઇન માર્કેટમાં ખાંડ બજારની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

જામનગરમાં મોટી હવેલી પાસે આવેલ આભુષણોની દુકાનને સોમવારે વહેલી સવારે તસ્કરોએ નિશાન બનાવી હતી. જ્યારે ગ્રેઈન માર્કેટમાં આવેલી એસોસિએશના ઉપપ્રમુખની દુકાનમાં ચોરીનો પ્રયાસ થયો છે. હવેલી પાસે આવેલી દુકાનમાં મોટરસાઇકલ સાથે આવેલા બન્ને શખસોએ દુકાનના રૂા.22 હજારની ચોરી કરી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે બન્ને શખસોની ભાળ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. જામનગરમાં મોટી હવેલી પાસે આવેલ શ્રૃંગાર નામની આભૂષણોની દુકાનમાં ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગત્ રાત્રીના દુકાનને નિશાન બનાવી બે તસ્કરો ખાબક્યા હતાં.

દુકાનની અંદર ઘુસેલા શખસો રૂા.22 હજારની ચોરી કરી ગયા હતાં. આ બનાવની સવારે જાણ થતાં દુકાનદારે સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી દુકાનમાં લગાવેલ સીસીટીવી કબ્જે કર્યા હતાં. જેમાં બે તસ્કરોની હરકત સ્પષ્ટ દેખાઇ છે. પોલીસે આ બન્ને શખ્સોની ભાળ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

જામનગરના ત્રણ દરવાજા પાસે આવેલ ખાંડ બજારવાળી શેરીમાં આવેલી એક દુકાનમાં તસ્કરોએ નળિયા ખેસવી ગ્રેઈન માર્કેટના એસોસિએશનના ઉપપ્રમુખ પરેશભાઈ મહેતાની પેઢીમાં ચોરીના ઇરાદે પ્રવેશ કર્યો હતો. પરંતુ સામાન વેર-વિખેર કરવા છતા કોઇ કિંમતી ચીજવસ્તુ કે રોકડ હાથ લાગી ન હોવાથી તસ્કરોને કડકડતી ઠંડીમાં ફોગટનો ફેરો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...