તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ખંભાળિયામાં શિક્ષા અભિયાનની ઓફીસમાં તસ્કરોનો હાથફેરો, કબાટના તાળા તોડી સામાનને વેર વિખેર કરી નાસી છૂટયા

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખંભાળિયામાં સ્ટેશન રોડ પર તેલી નદીના કાંઠે આવેલ શિક્ષા અભિયાનની ઓફીસમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ઓફીસમાં ઘુસી હાથફેરો કરી ગયા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.ઓફીસમાં ઘુસેલા અજાણ્યા શખસો કબાટના તાડા તોડી સામાનને વેર વિખેર કરી નાખ્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા હેમત હરીશભાઇ ઠાકર નામના વ્યક્તિની શહેરના રેલવે સ્ટેશન રોડ તેલી નદીના કાઠે શિક્ષા અભિયાનની ઓફીસ આવેલી છે. જે ઓફીસમાં રાત્રિના સમયે અજાણ્યા ચોર શખસો ઘુસ્યા હતા.કબાટના તાડા તોડી અંદર રહેલ લોકરને પણ તોડી નાખીને સામાન વેર વિખેર કરી પલાયન થઇ ગયા હતા. જે અંગેની જાણ થતા જ તાત્કાલીક ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદના આધારે ઓફીસમાં ચોરીનો પ્રયાસ કરનાર શખસને પકડી પાડવા વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે,ઓફીસ અંદર રહેલ કમ્પ્યુટર કે લેપટોપ જેવી વસ્તુઓ પણ ઓફીસમાં રહી હતી.જે તમામ વસ્તુઓ સલામત પરિસ્થિતિમાં જ જોવા મળી હતી.જેથી ક્યા કારણોસર ઓફીસમાં ચોરી કરવા ઘુસ્યા તે પણ મહત્વનું બન્યું છે. ત્યારે શિક્ષા અભિયાનની કચેરીમાં ચોરીના આ બનાવે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો