તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરફોડી:દ્વારકામાં રહેણાક મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.1.47 લાખની ચોરી

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બંધ મકાનના રૂમનો નકુચો તોડી માતબર દલ્લો ઉઠાવી ગયા
 • સોના-ચાંદીના દાગીના, ઘડિયાળ, રોકડ રકમ ઉસેડી નાસી છૂટેલા તસ્કરની શોધખોળ

દ્વારકામાં આહિર સમાજની વાડી પાછળ આવેલી મુરલીધર ટાઉનશીપમાં ભાયાભાઇ હાથલીયાના મકાનમાં રહેતા રાજુભાઇ રામદેભાઇ ભાટિયાના બંધ રહેણાંક મકાનમાં શુક્રવારના રાત્રીથી શનિવારે બપોર સુધીમાં કોઇપણ સમયે તસ્કરો ત્રાટકયા હતાં. તસ્કરોએ બંધ મકાનના મુખ્ય રૂમના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતાં અને ચાવી વડે અંદરનો રૂમ ખોલ્યો હતો.

બાદમાં રૂમમાં રાખેલા લોખંડના કબાટ રાખેલો સોનાનો ચેઇન, વીંટી, ચાંદીના દાગીના, બે કાંડા ધડિયાળ અને રોકડ મળી કુલ રૂ.147500 ની મતા ચોરી કરી લઇ ગયા હતાં. બનાવ અંગે રાજુભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંદરના દરવાજાનું તાળું ચાવી વડે ખોલી ચોરી થઇ હોય બનાવ પાછળ કોઇ જાણભેદુ હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો