તસ્કરોએ હદ વટાવી:દ્વારકાધીશ મંદિર સંચાલિત વિશ્રામગૃહમાં તસ્કરોનો હાથફેરો, બે મહિનામાં 79 હજારનો મુદ્દામાલ ઉઠાવી ગયા

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેબલ ખુરશી, ટીપોઇ, ગાદલા જેવી 14 પ્રકારની વસ્તુઓની ચોરી

દ્વારકામાં ઇસ્કોન ગેઇટ પાસે આવેલા અને દ્વારકાધીશ મંદિર સંચાલિત વિશ્રામ ગૃહના બંધ ઇમારતના તાળા તોડી છેલ્લા બે માસના સમયગાળા દરમિયાન 79 હજારના મુદ્દામાલની ચોરીની ઘટનાઓ સામે આવી છે.

બે મહિને સંચાલકોને ધ્યાને આવ્યું

તસ્કરોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી સ્ટેનલેસ સ્ટીલના 3 ચોરસ ટેબલ, 10 નંગ લંબ ચોરસ ટેબલ 5 લંબચોરસ ટેબલ, 250 નંગ પ્લાસ્ટીકની હાથા વગરની ખુરશી - 66 નંગ પ્લાસ્ટીકના હાથાવાળી ખુરશી, 100નંગ પ્લાસ્ટિકની સન ફલાવર ખુરશી, 47નંગ સોફા ટાઇપ હાથા વાળી ખુરશી, 15 નંગ નાની ચોરસ ટીપાઇ, 9 નંગ મોટી ચોરસ ટીપાઇ 26 નંગ સિંગલ બેડ પલંગ, 3નંગ,સનમાઇકાવાળા કબાટ 1 લાકડાનો ઘોડો, 5 લોકોડાના પાટલા ઉપરાંત 8 નંગ ગાદલાની ચોરી થયાનું આ વિશ્રામ ગૃહના સંચાલકોના ધ્યાને આવ્યુ હતું.

પોલીસે તપાસ આદરી

આમ જુદી જુદી 14 પ્રકારની અને કુલ રૂ. 79 હજાર 600ની કુલ કિંમતની ચોરી થવા બાબતે દ્વારકા પીડબલ્યુ ડી કવાર્ટરમાં રહેતા અને નોકરી કરતા રસીકકુમાર ધરમશીભાઇ ખાખરીયાએ દ્વારા પોલીસ મથકમા ફરિયાદ નોધાવવામા આવી છે. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ગુનો નોંધી. પી.આઇ. પી.એ.પરમારદ્વારા તસ્કારોની શોધખોળ હાથ ધરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...