ચોરીનો ભેદ ઉકેલાયો:જામનગર અને રાજકોટમાંથી 15 બાઈક અને ટ્રેક્ટરની ટ્રોલી ચોરી કરનાર તસ્કરો ઝડપાયા

જામનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બાઈક અને ટ્રોલી સહિત 3.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
  • જામનગરમાં 7 અને રાજકોટથી 8 બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત કરી

જામનગરમાં છેલ્લા કેટલાય સમયથી વાહનચોરીના બનાવો ઉપરાછાપરી વધી રહ્યા હતા. જેથી આવા તસ્કરોને ઝડપી પાડવા જામનગર શહેર બી ડીવીઝન પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે અંતે પોલીસને સફળતા મળી છે. પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ શખ્સોએ જામનગર અને રાજકોટમાંથી 15 બાઈક અને ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરી હતી. પોલીસે 3.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગરમાં 7 અને રાજકોટથી 8 ગાડી ચોરી હોવાની કબૂલાત આપતા પોલીસે બાઈક કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે જે સ્થળોએથી બાઈકચોરીના બનાવો સામે આવી રહ્યા હતા તે સ્થોળોના સીસીટીવી તથા કમાન્ડ એન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફુટેજ તપાસી જરૂરી વર્કઆઉટ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કમાન્ડ એન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફુટેજ પરથી બે ઈસમો શંકાસ્પદ રીતે ચોરી થયેલી મોટરસાઇકલ સાથે જોવા મળ્યા હતા. જે બંન્ને ઇસમો મોટરસાઇકલ સાથે લાલપુર બાયપાસથી નરમાણા તરફ જતા હોવાનુ જણાયું હતું.

પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી કે, ઉપરોક્ત બંન્ને શકદારો નથુ આહિર જે.સી.બી. વાળો તથા અન્ય એક શખ્સ ઘણી બધી ચોરીઓમાં સંડોવાયેલા છે અને હાલ ચોરીના મોટરસાઇકલ લઇને નાગનાથ નાકા વિસ્તારમાં ફરે છે, જે હકીકત આધારે નાગનાથ સર્કલ પાસે વોચ ગોઠવી સ્વામીનારાયણનગર તરફથી બે ઈસમો હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઈકલ લઇ નીકળતા જેઓના ચહેરા કમાન્ડ કંટ્રોલના લીધેલા ફોટાઓ સાથે મળતા આવતા હોય તુરત જ તેઓને રોક્યા હતા. જે બાદ ઇસમોના નામ સરનામુ પુછતા ચાલકે પોતાનુ નામ નથુભાઇ ખીમાભાઇ ભીખાભાઇ કોટા જાતે આહિર રહે, ભુપત આંબરડી ગામ તા. જામજોધપુરનું હોવાનું જણાવ્યું હતું તથા પાછળ બેસેલ ઇસમ કાયદાથી સંર્ઘષીત કિશોર હોય જેથી તેઓના કબ્જામાંથી ચોરીમાં ગયેલા કાળા કલરનું મોટરસાઇકલ હોય જેથી ત્રીસ હજાર ગણી કબ્જે કર્યા છે. મજકુર બંન્ને ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા જામનગર શહેરમાં પણ અન્ય મોટરસાઇકલ ચોરીઓ કરી હોવાની કબૂલાત આપી હતી.

આરોપી નથુ તથા કાયદાથી સંઘર્ષિત કિશોરે સાથે મળી ચોરી કરી હતી. આરોપી નથુ તેમજ સુરસીંગએ કુલ 15 બાઈકની ચોરી કરી હતી. જે તમામ બાઈક કે જેની કિંમત રુ. 3.60 લાખના મુદામાલ કબ્જે કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...