તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ખેડૂતે ખેતરમાં પાર્ક કરેલું બાઈક હંકારી જતા તસ્કર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લક્ષ્મીપુરમાંથી વાહન ઉઠાવી જનારની શોધખોળ

કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામની સીમમાં ખેડુતે રાત્રે પોતાના ખેતરે પાર્ક કરેલુ બાઇક કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.પોલીસે અજાણ્યા ઉઠાવગીર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામે રહેતા અને ખેતીકામ કરતા કાળુભાઇ ઉર્ફે કીશોરભાઇ મોહનભાઇ સખીયા નામના ખેડુત આઘેડે પોતાના ગળાધાર સીમમાં ડેમ નજીક આવેલા ખેતરે ગત તા. 10ના રોજ રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે તેનુ બાઇક પાર્ક કર્યુ હતુ જે બાઇક વહેલી સવારે જોવામાં ન આવતા રાત્રી દરમિયાન કોઇ તસ્કર ત્યાંથી ચોરી કરી લઇ ગયાનુ બહાર આવ્યુ છે.

ચોરીના આ બનાવની ખેડુત આઘેડની ફરીયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો છે.સીમ પંથકમાં રાત્રી દરમિયાન વાહન ઉઠાવી જનારા તસ્કરને દબોચી લેવા માટે પોલીસે જુદીજુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સીમ વિસ્તારમાં પણ વાહનની ચોરીના આ બનાવે ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...