તપાસ:ભાટિયામાં ઘર પાસે રાખેલુંં બાઈક હંકારી જતા તસ્કર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં ઈ-બાઈકને નિશાન બનાવતા ચોર

જામનગરમાં ઇવા પાર્ક વિસ્તારમાં બહુમાળી બિલ્ડીંગના પાર્કીંગ ખાતે રાખેલુ ઇ બાઇક કોઇ તસ્કર ચોરી કરી ગયાનો બનાવ બહાર આવ્યો છે.જયારે કલ્યાણપુરના ભાટીયામાં ઘર પાસે પાર્ક કરેલુ બાઇક કોઇ તસ્કર રાત્રી દરમિયાન હંકારી ગયાની ફરીયાદ નોંધાઇ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં રણજીતસાગર રોડ પર ઇવા પાર્કમાં એબીવી ભવન સી-107માં રહેતા ધર્મેશભાઇ કિશોરભાઇ દાવડા નામના યુવાને તેના પિતાનુ પાર્કીગમાં રાખેલુ રૂ.43 હજારની કિંમતનુ ઇ બાઇક કોઇ તસ્કર ઘોળા દિવસે ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવી છે.

જયારે કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં રહેતા વેપારી વિશાલભાઇ નટવરલાલ દાવડા નામના યુવાને પોતાનુ ગત તા.14ના મધરાતના સુમારે ઘર પાસે પાર્ક કરેલુ રૂ.20 હજારની કિંમતનુ બાઇક કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવી છે.જેના આધારે અજ્ઞાત શખ્સ સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જુદા જુદા સ્થળેથી વાહન હ઼કારી જનાર તસ્કરોને પકડી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...