ઈન્ટર હાઉસ હોકી ટુર્નામેન્ટ:બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં છ ટીમોએ ભાગ લીધો, ગરુડ હાઉસ વિજેતા થયું

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં સૈનિક સ્કૂલ બાલાચડીમાં ઇન્ટર હાઉસ હોકી ટુર્નામેન્ટ 2022-23નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં છ હાઉસમાંથી છ ટીમોએ ભાગ લીધો હતો. તમામ છ ટીમોને બે પૂલમાં વહેંચવામાં આવી હતી. પૂલ 'એ' માં ટાગોર હાઉસ, ગરુડ હાઉસ અને પ્રતાપ હાઉસનો સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યારે શિવાજી હાઉસ, આંગ્રે હાઉસ અને સરદાર પટેલ હાઉસને પૂલ 'બી'માં સામેલ કરવામાં આવ્યા હતા.

ગરુડ હાઉસે ફાઇનલમાં ટાગોર હાઉસને 2-0થી હરાવીને ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી હતી. ટાગોર હાઉસના કેડેટ કુલેશ્વર કુમારને ટુર્નામેન્ટના ‘બેસ્ટ પ્લેયર’ તરીકે જ્યારે ગરુડ હાઉસના કેડેટ કાનન શ્યારાને ‘બેસ્ટ ઇમર્જિંગ પ્લેયર’ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ વિજેતાઓને ચેમ્પિયનશિપ ટ્રોફી એનાયત કરી હતી. તેમણે ટૂર્નામેન્ટ દરમિયાન ખેલદિલી પ્રદર્શિત કરવા બદલ ચેમ્પિયન્સ ખેલાડીઓ સહિત તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...