તંત્રની કવાયત:જામનગરના ચાર વિદ્યાર્થી સહિત છ વ્યકિત હજુ યુક્રેનમાં

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફસાયેલી વધુ એક વિદ્યાર્થીની જામનગર આવી પહોંચી
  • બિઝનેસ અર્થે ગયેલા શહેરના બે વેપારી ખેરસનમાં ફસાયા

યુક્રેનમાં જામનગર જિલ્લાના 10 વિદ્યાર્થી અને 2 વેપારી ફસાયા હોવાથી તંત્ર દ્વારા તેઓને પરત લાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જેના અનુસંધાને જામનગરની વધુ એક વિદ્યાર્થીની શનિવારે સાંજે વતન વાપસી થઈ છે. જિલ્લાના વહીવટી તંત્રના પ્રયાસોથી એક વિદ્યાર્થીની પોતાના પરિવાર સાથે મળી ત્યારે ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. અત્યાર સુધીમાં પાંચ વિદ્યાર્થીઓ જામનગર પરત કરી ચૂક્યા છે. જયારે અન્ય ચાર વિદ્યાર્થીઓ સહિત હજુ છ વ્યક્તિઓ યુક્રેનમાં ફસાયેલા છે, અને તેઓને જામનગર પરત લાવવા માટેની તંત્રની કવાયત ચાલી રહી છે.

જામનગરના બે વિદ્યાર્થીઓ મહર્ષ પટેલ તેમજ યશસ્વી શાહુ, ઉપરાંત મોટી ખાવડી ના કવન રમેશભાઈ સરડવા, અને હમેશ નિમ્બાર્ક શુક્રવારે પોતાના ઘેર પરત પહોંચી ગયા છે. સ્લોવેકિયા થી વેદુલા સાંકેતા નામની વિદ્યાર્થીની શનિવારે જામનગર પરત ફરી હતી. જિલ્લાના ત્રણ વિદ્યાર્થીઓ દિવ્યમ મંગે, હેતવી પારઘી, અને સુરંગી ગોસ્વામી કે જેઓ યુક્રેનના સુમીમાં ફસાયેલા છે રોમાનિયામાં ફસાયેલા વિદ્યાર્થી દીપ મેનપરા ને પણ જામનગર પરત લાવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.

યુક્રેનમાં બિઝનેસ અર્થે ગયેલા વિવેક વાદી અને મિલન દોમડીયા, કે જેઓ હાલ ખેરસનમાં ફસાયેલા છે સરકાર દ્વારા તે બંનેને પણ જામનગર લઈ આવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. બીજી બાજુ ફસાયેલા વિદ્યાર્થી અને વેપારીના પરીવારજનોમાં ભારે ચિંતાની લાગણી ફેલાય છે.

અન્ય સમાચારો પણ છે...