પ્રચાર-પ્રસાર:ખંભાળિયામાં મહિલા-બાળ વિકાસ વિભાગની યોજનાઓની બહેનોને જાણકારી અપાઇ

જામનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા જીલ્લાના તમામ તાલુકાના સખીમંડળના બહેનો સહિતના ઉપસ્થિત રહ્યા​​​​​​​

દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.ડી. ભાંભી, તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી પી.પી. જાદવના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર, પીબીએસસી, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, 181 અભયમની ટીમો વિવિધ સેવાઓની કામગીરી કરે છે.

ખંભાળીયા ટાઉનહોલમાં દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા સ્વ-સહાય જુથો માટે બેંક લિકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પ રાખવામાં આવેલ હતો તેમાં આ વિભાગ સહભાગી થઇ દેવભૂમિ દ્વારકા જીલ્લાના તમામ તાલુકાના સખીમંડળના બહેનો આવેલ હોય તેમને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે ટેબલો રાખી બહેનોને વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવી અને પેમ્પલેટ વિતરણ કરી પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ.

અન્ય સમાચારો પણ છે...