જામનગરના આંગણે ખેલ મહાકુંભની બહેનોની સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. અન્ડર-17 અને ઓપન વયજૂથની સ્પર્ધા 22 મે સુધી ચાલશે. સૌરાષ્ટ્રના જુદા-જુદા શહેરો અને જિલ્લાની ટીમ ભાગ લેશે.
ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-2022 ની સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અંડર-17 અને ઓપન વયજૂથની બહેનો માટેની ફૂટબોલ સ્પર્ધાનો તા.16 મેના પ્રારંભ થયો છે. જે તા.22 મે સુધી ચાલશે. સ્પર્ઘા કશ્વરી સ્પોર્ટ્સ એકેડમી, રણજીત સાગર ડેમ પાસે, નારાણપર, સમાણા રોડ, ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં સૌરાષ્ટ્રના જિલ્લા તથા મહાનગરની ટીમના ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.