ગૃહિણીઓમાં દેકારો:સિંગતેલના ભાવમાં રૂપિયા 25નો વધારો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જામનગરમાં સિંગતેલનો ડબ્બો 3 હજાર નજીક પહોંચ્યો
  • 15 કિલોના ડબ્બાનો ભાવ રૂપિયા 2,925 થયો

જામનગરમાં દિવાળી પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાય રહ્યું છે.કારણે કે દિવાળી ટાંણે જ સિંગતેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. સિંગતેલના ડબ્બામાં 25 રૂપિયાનો વધારો થતાં 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ.2925 થયો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પણ રૂ 2285 થયો છે.

એક તરફ દિવસેને દિવસે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે અને બીજી તરફ દિવાળી જેવો મોટો તહેવાર માથે છે ત્યારે જ કપાસિયા અને સિંગતેલના ભાવમાં ભડકો થતા પ્રજાની કમર પર ફરી એક વખત મોંઘવારીનો માર લાગ્યો છે.વળી દિવાળીના તહેવાર ટાંણે જ આ ભાવવધારો ઝીકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.

દિવાળીમાં ફરસાણ સૌથી વધુ વેચાય છે. દિવાળીમાં ઘરે ઘરે નાસ્તા બને છે. ત્યારે દિવાળી પહેલા જ સીંગતેલના ડબ્બાના ભાવમાં 25 રૂપિયાનો વધારો થતાં ડબ્બો 3,000 ને નજીક પહોંચી ગયો છે.કપાસીયા તેલના ભાવમાં પણ વધારો થયો છે. કપાસિયા તેલનો ડબ્બો 2285 થી 2315 સુધી પહોંચતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.

તેલના ભાવમાં હજુ વધારો થશે તો ફરસાણાના ભાવ વધશે
તેલના ભાવ દિવસે અને દિવસે વધી રહ્યા છે. સોમવારે તેલના ભાવમાં રૂ25 નો વધારો આવ્યો છે અત્યારે હાલ તો કોઈ ફરસાણના ભાવમાં વધારો થયો નથી. પરંતુ જો આવનારા સમયમાં તેલના ભાવ હજુ પણ વધારો થશે તેની અસર ફરસાણના ભાવ પર પડશે તેમાં બે મત નથી. > સુરેશભાઈ વાડોદરિયા, ફરસાણાના વેપારી, જામનગર.

અન્ય સમાચારો પણ છે...