તરખાટ:ન્યુ જામનગર સોસાયટીમાં એક સાથે બે રહેણાંક મકાનમાં ચોરી

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગીતાંજલી પાર્કમાં બનેલા બનાવથી રહેવાસીઓમાં ભય
  • રોકડ અને સોનાની બુટી, ઘડિયાળ અને બ્લુ ટુથ સહિતની મત્તા લઈ ગયા

જામનગરના ભાગોળે આવેલા ન્યુ જામનગર વિસ્તારમાં તસ્કરોએ ત્રાટકીને 2 મકાનમાંથી રોકડ તથા માલમત્તા સાથે 62 હજારની ચોરી કરી લઈ જતાં સિટી-સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. જામનગરમાં ખંભાળિયા રોડ પર આવેલ ન્યુ જામનગર વિસ્તારના ગીતાજંલી પાર્કમાં એક સાથે બે મકાનમાં ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે જેમાં રાજીવ નિર્મળકુમાર ચેટરજી પ્લોટ નં-337/સી મકાન નં-3 તત્સત નામના મકાનમાં અને તેની બાજુમાં આવેલ અભિજિતભાઈના મકાનમાં તસ્કર ખાબકયા હતા.

જેમાં તા.15મીની મોડી રાતથી સવાર સુધીના ગાળામાં કોઇ અજાણ્યો ચોર ઇસમ મકાનમાં ઘુસ્યો હતો. જેમાં તસ્કરે મકાન અંદર પ્રવેશ કરી એક જોડ સોનાની બુટી કિ.રૂા.9,000 તથા રોકડા રૂપીયા 43,000 તેમજ બાજુમાં રહેતા અભીજીતભાઇના મકાનમાંથી એક કાંડા ઘડિયાળ તથા બ્લુ ટુથ તથા રોકડા રૂા.4,000 હાથ વગા કરી નાસી ગયો હતો.

બંને મકાનમાંથી સોનાની બુટી અને રોકડ તથા ઘડિયાળ તેમજ બ્લુ ટુથ સહિત રૂપિયા 62,000ની મતાની ચોરી થઇ જતા બંને મકાન માલીકે સીટી સી ડિવિઝન પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએઆઈ વી.એ. પરમાર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...