તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:જામનગરમાંથી ચાંદીના ભંગાર, રોકડ સાથે 2 ઝબ્બે

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાંદી, મોબાઈલ, મોટરસાયકલ કબજે

જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાંથી દરેડ અને મસીતિયા ગામના બે શખસોને એલસીબીએ 600 ગ્રામ ચાંદીનો ભંગાર તથા રોકડ મળી રૂા.1.48 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી બંનેની પૂછપરછ શરૂ કરી છે.

જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલા ગીગાભાઈ ભેળવાળા પાસે શંકાસ્પદ રીતે આંટાફેરા મારતા આસિફ દોસ્તમામદ ખફી (રહે. દરેડ) અને આસિફ અલારખા ખફી (રહે. મસીતિયા)ને એલસીબી સ્ટાફે આંતરીને તપાસણી કરતા તેના કબજામાંથી ચાંદીના જૂના વાસણ 600 ગ્રામ રૂા.28 હજારની કિંમતના તથા રોકડ 80 હજાર, 2 મોબાઈલ ફોન અને મોટરસાયકલ મળી કુલ રૂા.1.48 લાખનો મુદ્દામાલ કબજે કરી બંને શખસોની અટક કરી પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...