જામનગરમાં આણંદાબાવા ચકલા વિસ્તારમાં પાર્કિંગમાં રહેલી ત્રણ કારમાંથી રૂપિયા 84 હજારની કિંમતના ત્રણ સાઇલેન્સરની ચોરી કરી લઈ ગયા હતા. તસ્કરોએ ઓરીજનલ સાઇલેન્સરની જગ્યાએ ડુપ્લીકેટ સાઇલેન્સર ફીટ કરી દીધાની ફરિયાદ થઇ છે. શહેરના આણદબાવા ચકલા વિસ્તારમાં જૂની તાલુકા સ્કૂલના ખુલ્લા મેદાનમાં અલગ અલગ વાહનો પાર્ક કરવામાં આવે છે, તે પૈકી ગત તારીખ 27 ડિસેમ્બરના રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અલગ અલગ 3 કારમાંથી સાઇલેન્સરની ચોરી કરી લીધી હતી. સંદીપભાઈની એક કારમાંથી કોઈ તસ્કરોએ રૂપિયા 30,000 ની કિંમતનું સાઇલેન્સર ચોરી કરી લીધું હતું.
ઉપરાંત નીતિનભાઈ સુરેશભાઈ પઢિયારની કારમાંથી રૂા.9,000ની કિંમતનો સાઇલેન્સર ચોરી કર્યું હતું. જયારે મોહબ્બતસિંહ જીવુભા જાડેજાની કારમાંથી પણ રૂપિયા 45,000ની કિંમતના ઓરીજનલ.સાઇલેન્સરની ચોરી થઈ ગઈ હતી.સિટી એ. ડિવિઝનના પીએસઆઇ બી.એસ. વાળાએ સમગ્ર મામલે ચોરી અંગેનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કારના ઓરીજનલ સાઇલેન્સરમાં કીમતી ધાતુ હોવાના લીધે ચોરી કર્યાનું અને ડુપ્લીકેટ સાઇલેન્સર લગાવ્યાનું અનુમાન કરાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.