તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બાલંભામાં ફાયરિંગથી હત્યા બાદ પ્રસર્યો સન્નાટો

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડીવાયએસપી, એલસીબી, એસઓજી દોડી ગઇ, ગામમાં ચુસ્ત બંદોબસ્ત
 • ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હજુપણ યથાવત

જોડિયા તાલુકાના બાલંભા ગામે રેતીના લીઝ પ્રકરણમાં ઉપસરપંચની હત્યા અને અન્યને ગંભીર રીતે ઘાયલ કરવાના ચકચારી પ્રકરણમાં પોલીસે 4 શખસાે સામે ગુનો નોંધી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. જોડિયાના બાલંભા ગામે નિલેશ કરશનભાઇ માલવીયાને અયુબ જુસબ તથા અસગર હુશેને બે દિવસ પહેલા કાન્તીલાલની લીઝની ઓફિસે આવી તમારી લીઝની રેતી ચલાવવી હોય તો પૈસા આપવા પડશે નહીંતર બે દિવસમાં તમારો નિકાલ થઇ જશે તેમ કહીને જતા રહ્યા બાદ તા. 1ના રાત્રીના અયુબ જુસબ, અસગર હુશેન તથા બે અજાણ્યા માણસો તલવાર તથા ધારીયા સાથે આવી કાંતિલાલ માલવીયાને ગોળી મારી હત્યા નિપજાવી નિલેશને ગંભીર ઇજા પહોંચાડીને નાશી છુટયા હતાં, અા બનાવના ઘેરા પ્રત્યાઘાતો બાલંભા ગામમાં પડયા હતાં અને ઉશ્કેરાટનો માહોલ ફેલાઇ ગયો હતો, મામલાની ગંભીરતાને ધ્યાને લઇ ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઇ, ધ્રોલ-જોડીયાના સીપીઆઇ, એસઓજી, એલસીબી સહીતનો સ્ટાફ ગામમાં ફરી વળ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બનાવ અંગે ગામમાં હજુપણ સન્નાટો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો