તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘાનો મુકામ:લોપ્રેશરથી દરિયો ગાંડોતુર બનતા બંદરો પર 3 નંબરના સિગ્નલો લાગ્યા

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુર તાલુકા નહેર બેકાંઠે - Divya Bhaskar
કલ્યાણપુર તાલુકા નહેર બેકાંઠે
  • જામનગર-દ્વારકા જિલ્લાના સાત તાલુકામાં ત્રીજા દિવસે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ
  • ખંભાળિયામાં અઢી ઇંચ,જામજોધપુરમાં અડધો ઇંચ, જામનગર, જોડીયા, લાલપુરમાં હળવા ઝાપટા પડયા, સર્વત્ર ભારે મેઘાડંબર
  • કલ્યાણપુરમાં 4 કલાકમાં 3 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં મુશળધાર પોણા ત્રણ ઇંચ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અષાઢ માસના આરંભ બાદ સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર મુકામ કર્યો હતો જેમાં કલ્યાણપુરમાં બપોરે ચારેક કલાકમાં ધોધમાર ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો.યાત્રાધામ દ્વારકામાં વિજળીના કડાકા ભડાકા સાથે પોણા ત્રણ ઇંચ પાણી વરસ્યુ હતુ.જામનગર અને દ્વારકા જિલ્લામાં અષાઢી બીજના શુકન સાચવ્યા બાદ મેઘરાજાએ સતત ત્રીજા દિવસે મુકામ કરતા અડધા હાલારમાં કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ પડયો હતો.

ગાંગડીમાં ખેતરોમાં પાણી
ગાંગડીમાં ખેતરોમાં પાણી

જેમાં દેવભૂમિના કલ્યાણપુરમાં બપોરે મંડાયેલા મેઘરાજા ધોધમાર વરસ્યા હતા અને ચારેક કલાકમાં જ ત્રણ ઇંચથી વધુ પાણી વરસાવી દેતા સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી. કાળીયા ઠાકોરની કર્મભૂમિ દ્વારકામાં વિજળીના કડાકા ભડાકા અને વાદળોના ગડગડાટ સાથે વરસાદ શરૂ થયો હતો.મેઘરાજાએ તોફાની ઇનિંગ રમતા બપોરે બે કલાકમાં જ સવા બે ઇંચ સાથે સાંજ સુધીમાં પોણા ત્રણેક ઇંચ પાણી વરસ્યુ હતુ.

જેના પગલે યાત્રાધામના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.ખંભાળિયામાં ફરી મેધરાજા મુન મુકી વરસતા બપોરે બે કલાકમાં જ અઢી ઇંચ પાણી વરસ્યુ હતુ.જેના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જામજોધપુરમાં બપોરે હળવા ઝાપટા વરસતા અડધોક ઇંચ પાણી વરસ્યુ હતુ.જયારે જામનગર, લાલપુર,જોડીયા અને કાલાવડમાં હળવા ઝાપટાઓએ માર્ગો ભિંજવ્યા હતા.

બેડી, રોઝી સહિતના બંદરો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું
અરબી સમુદ્ર પર રચાયેલા લો પ્રેશરના કારણે દરીયાકાંઠાના સ્થળો પર એલર્ટ આપવામાં આવ્યો છે જેમાં જામનગરના બેડી,રોઝી અને સલાયા સહિતના બંદરો પર ત્રણ નંબરનુ સિગ્નલ લગાડવામાં આવ્યુ છે. પવનની ગતિ વધતા ભયસૂચક સિંગ્નલ લગાવવામાં આવ્યું છે.

ગાંગડી-હર્ષદ પંથક​​​​​​​માં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ
કલ્યાણપુર પંથકમાં મંગળવારે બપોરે મેઘરાજાની તોફાની ઇનિંગના પગલે ગાગડી અને હર્ષદ પંથકમાં બપોરે મુશળધાર વરસાદ વરસ્યો હતો.જેમાં લગભગ બે કલાકમાં જ સાડા ત્રણેક ઇંચ પાણી વરસી જતા પંથકના જુદાજુદા માર્ગો ઉપરાંત અમુક ખેતરોમાં પણ પાણી વહેતા થયા હોવાના વાવડ મળ્યા છે.

કલ્યાણપુર પંથકમાં વીજળી પડતા ત્રણ ભેંસનો ભોગ
કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા પંથકમાં મંગળવારે બપોરે વિજળી પડતા અધુરભાઇ મોઢવાડીયાની વાડીએ બે ભેંસના મૃત્યુ થયા હતા.જયારે રણજીતપુર પંથકમાં પણ કેશુરભાઇ કરમુરની વાડીએ વિજ ત્રાટકથી એક ભેંસએ જીવ ગુમાવ્યો હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...