જામનગરની સમર્પણ જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. સનત પી. જાનીના જુડવા પુત્ર અને પુત્રી કે જેઓએ મેડિકલ ક્ષેત્રમાં ફર્સ્ટ ક્લાસ મેળવીને જાની પરિવારનું ગૌરવ વધાર્યું છે. પુત્ર ડો.સ્મિત એસ. જાનીએ વડોદરાની પારૂલ મેડિકલ કોલેજમાં સરકારી સ્ટેટ ક્વોટામાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી થ્રુ-આઉટ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી ને એક વર્ષની કમ્પલસરી રોટેટરી ઇન્ટર્નશીપ પૂર્ણ કરી છે.
બાળપણથી જ ઉચ્ચ શૈક્ષણિક પરિણામ ધરાવતા ડો. સુમિત જાનીએ ધોરણ 10 માં 99.25 તથા ધોરણ 12 સાયન્સમાં 97.96 પી.આર. મેળવ્યા હતાં. ઉપરાંત તેની જુડવા બહેન ડો. શિવાની સનત જાની કે જેણે ભાવનગરની ડેન્ટલ કોલેજ ખાતેથી બધા જ વર્ષોમાં ફર્સ્ટ ક્લાસ મેળવીને એક વર્ષની કમ્પલસરી રોટેટરી ઈન્ટર્ન શીપ પૂર્ણ કરીને બી.ડી.એસ. ની ડીગ્રી પ્રાપ્ત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.