જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંગળવારે સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે હળવા ભારે ઝાપટાઓ વરસ્યા હતા.જામનગરમાં વહેલી સવારે ભારે ઝાપટા વરસતા માર્ગો પર પાણી વહેતા થયા હતા.યાત્રાધામ દ્વારકામાં પણ ઝરમર ઝાપટાએ માર્ગો ભિના કર્યા હતા.ખંભાળિયામાં પણ ઝરમર છાંટાઓ સાથે વરસાદી ડોળ છવાયો હતો.જામનગરમાં વહેલી સવારે આકાશમાં કાળા ડિંબાગ વાદળોએ ઘીમીઘારે વરસવાનુ શરૂ કર્યુ હતુ.જેમાં લગભગ અડધો કલાક સુધી અવિરત હળવા ઝાપટાએ માર્ગો પર પાણી વહેતા કર્યા હતા.
જે બાદ સાંજે પણ ઝરમર છાંટા વરસ્યા હતા.યાત્રાધામ દ્વારકામાં સવારે હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.જયારે લાલપુરમાં બપોરે મેધાવી માહોલ વચ્ચે ઝરમર ઝાપટા પડયા હતા. ખંભાળીયામાં વહેલી સવારથી ઝરમરીયા વરસાદી ઝાપટા પડ્યા હતા.જે બાદ દિવસભર વરસાદી ડોળ યથાવત રહયો હતો.
બીજી બાજુ છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદે વિરામ લીધાની સાથે તડકો નીકળતા ખેડૂતોની મોલાતને ખૂબ સારી સ્થિતિ થઈ છે. એકાદ સપ્તાહમાં તહેવાર ટાંકણે વરસાદની સંભાવના આગાહીકાર દ્વારા વ્યકત કરાઇ છે. શ્રાવણના પ્રારંભ સાથે જ ફરી છૂટોછવાયો હળવો વરસાદ શરૂ થયો છે. જો કે, હજુ પણ મોટાભાગના તાલુકામાં વરસાદની ખાધ હોવાથી લોકો મેઘમહેર ઝંખી રહ્યા છે.
હજુ એકાદ સપ્તાહમાં હળવા ભારે વરસાદના રાઉન્ડ, આગાહી
જયારે ખંભાળીયાના હવામાન આગાહીકાર કનુભાઈએ જણાવ્યુ છે કે, અરબી સમુદ્ર તથા બંગાળની ખાડી બન્નેમાં સિસ્ટમ શરૂ થઈ છે. જેથી આ માસમાં 5/6/7 ઓગસ્ટ હળવા ઝાપટા સાથે વરસાદી વાતાવરણ શરૂ થશે અને 8/9 ઓગષ્ટથી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે જે પાંચ સાત ઇંચ સુધી ત્રણેક દિવસમાં વ્યાપક રીતે પડવાની સંભાવના હોવાનુ પણ તેમણે ઉમેર્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.