આદેશ:શોરૂમની વીજચોરીનું પુરવણી બીલ રદનો દાવો નામંજૂર, પાવરચોરીનું રૂ. 91,774નું બીલ ફટકાર્યું હતુ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જામનગરના શોરૂમનો વીજચોરીનું પુરવણી બીલ રદ કરવાનો દાવો અદાલતે નામંજૂર કર્યો છે. અદાલતે વીજતંત્રએ કરેલી કાર્યવાહી કાયદેસર ઠેરવી છે. પાવરચોરી સબબ શો-રૂમને રૂ.91,774 નું બીલ ફટકારવામાં આવ્યું હતું. શહેરમાં ટાઉનહોલ પાસે આવેલા આવેલા સ્નેઝી ડ્રેસ મટીરીયલ્સ શો-રૂમમાં તા.21/1/2010 ના વીજકંપનીએ ચેકીંગ હાથ ધરતા વીજમીટરમાં ચેડા થયાનું ખૂલતા શો-રૂમના સંચાલક હાસમભાઇ શફીને રૂ.91,774 નું બીલ વીજકંપનીએ ફટકાર્યું હતું. આથી તેણે પાવરચોરીના આક્ષેપો ખોટા હોવાનું તથા બીલ ગેરકાયદે હોવાનું જણાવી રદ કરવા જામનગરની અદાલતમાં દાવો કર્યો હતો.

જે ચાલી જતાં ન્યાયાધીશ સી.કે.પીપલીયાએ વીજચોરી સબબ આપવામાં આવેલું પુરવણી બીલ કાયદેસરનું હોવાનું ઠેરવી પુરવણી બીલ રદ કરવાનો દાવો રદ કર્યો હતો. તદઉપરાંત વીજકંપનીને ખર્ચ ચૂકવી આપવા પણ હુકમ કર્યો હતો. આ કેસમાં વીજકંપની તરફે વકીલ તરીકે અશોક નંદા રોકાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...