કાર્યવાહી:બાળકીને દુકાનમાં બોલાવી છેડતી કરનાર દુકાનદાર ઢગાની ધરપકડ

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દુકાનદારને અગાઉ પણ ચેતવણી આપી હતી, પરંતુ સુધર્યો નહીં

જામનગરના રણજીતરોડ પર આવેલી પંજાબ બેંકવાળી શેરીમાં ચૌહાણફળી શેરી નં.3 પાસે એફ. એમ. નોવેલ્ટી નામની દુકાન ચલાવતા ફિરોઝ મહમદઅલી કાદિયાણી (ઉ.વ.58) નામના વ્હોરા શખ્સે ગુરૃવારે રાત્રે પોતાની દુકાને માલ સામાન લેવા આવેલી બાર વર્ષની એક બાળા સાથે અડપલાં કર્યા હતા.

આ બાળાએ તેનો પ્રતિકાર કરતા ફિરોઝે તેણીને ફડાકા મારી ધમકી પણ આપી હતી. આ બાબતની તે બાળાના પરિવારને જાણ થયા પછી ભારે હંંગામો મચ્યો હતો. તે પછી એકઠા થઈ ગયેલા ટોળાએ ફિરોઝ કાદિયાણીને પકડી રાખી પોલીસને જાણ કરી હતી. દોડી આવેલા પોલીસ કાફલાએ ફિરોઝની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...