તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાવેલ પોઇન્ટ:શિવરાજપુર, ફાર્મ હાઉસ, બાલાચડી, નરારા ટાપુ મોસ્ટ ફેવરિટ પ્લેસ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણનો ભય હજુ સંપૂર્ણપણે નાબૂદ થયો ન હોવાથી લોકો દૂર ફરવાના સ્થળો પર જવાનું ટાળી રહ્યા છે

કોરોના સંક્રમણના ભયને કારણે જામનગરવાસીઓ વધુ પડતા ઘરમાં જ રહેતા હતાં. જો કે હવે કોરોના મંદ પડતાં અને છૂટછાટ મળી છે, પણ મહામારીનો ભય હજુ યથાવત હોય શહેરીજનો દૂરના ફરવાના સ્થળો જવાનું ટાળી રહ્યાં છે. કોરોના પહેલાં ગુજરાત બહાર રાજસ્થાન, ગોવા, દીવ વગેરે સ્થળો શહેરીજનોના ફેવરીટ હતાં. પરંતુ હજુ સંક્રમણનો ભય હોય રાજય બહારની બદલે શહેરથી નજીક ખાનગી ફાર્મ હાઉસ, બાલાચડી, નરારા ટાપુ, શિવરાજપુર બીચ સહિતના ફરવાના સ્થળો શહેરીજનોના પસંદગીના સ્થળ બન્યા છે.

દોઢ વર્ષ પછી નરારા. ટાપુ પર અમે હળવાશની પળો માણી
દોઢ વર્ષથી કોરોનાના કારણે ઘરની બહાર નીકળીને પરિવાર સાથે મજા માણવાનો મોકો મળ્યો ન હતો. કારણ કે, કોરોનાનો ડર હતો. પરંતુ કેસ ઘટતા અને માનસિક તણાવ ઓછો કરવા પરિવાર સાથે નરારા ટાપુ પર જઇને હળવાશની પળો માણતા ખુબજ આનંદની લાગણી અનુભવી હતી.- ગીરીરાજસિંહ જાડેજા, ઓડિટર.

ફાર્મ હાઉસમાં મિત્રો સાથે ભોજનની મજા અલગ છે

કોરોના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં અને છૂટછાટ મળતાં લાંબા સમય બાદ ફાર્મ હાઉસમાં મિત્રો અને પરિવારજનો સાથે હળવાશની પળો માણી હતી. વળી, ફાર્મ હાઉસમાં મર્યાદિત મિત્રો આવતા હોય ભીડ ઓછી હોય છે અને કોઈપણ જાતના ભય વગર પરિવાર અને મિત્રો સાથે હળવાશની પળો માણી શકાય છે.- તૌસીફખાન પઠાણ, પ્રોફેસર.

પરિવાર સાથે શિવરાજપુર બીચ પર ફરવાની મોજ પડી ગઇ

કોરોનાના કારણે લાંબા સમયથી ઘરમાં રહ્યા હતા અને સતત કોરોનાનો ભય સતાવતો હતો. પરંતુ કેસ ઘટતા મહામારીના દબાણ અને માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા પરિવારના સભ્યો સાથે હળવાશની પળો માણવા દ્વારકાના શિવરાજપુર બીચ પર ગયા હતાં. જયાં સ્કુબા ડ્રાઇવ કરીને મોજ પડી ગઇ હતી.- દિપ્તી દોશી, પ્રેસિડેન્ટ, ડિલાઇટ કલબ.

માનસિક તણાવ ઘટ્યો, ફાર્મ હાઉસમાં મિત્રો સાથે જલસો

કોરોનાના ભયને કારણે છેલ્લા દોઢ વર્ષથી ઘરમાં જ રહેવું પડ્યું હતું. આ સ્થિતિમાં મિત્રો અને પરિવારના સાથે હળવાશના પળો માણવી જરૂર બની હતી. ત્યારે કોરોનાના કેસ ઘટતા છૂટછાટ મળતાં ખાનગી ફાર્મ હાઉસમાં મિત્રો સાથે સમય પસાર કરતા માનસિક તણાવ ઘટયો હતો અને મોજ પડી હતી.- જય પાબારી, વેપારી, જામનગર.

અન્ય સમાચારો પણ છે...