મધદરિયે જહાજની જળસમાધી:દેવભૂમિ દ્વારકાના સલાયા ગામનું જહાજ ઇરાનના દરિયામાં ડૂબ્યુ, 10 ખલાસીઓનો આબાદ બચાવ

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ જહાજ મુન્દ્રાથી ખાંડનો જથ્થો ભરીને ઈરાન જતું હતું
  • 1000 ટનની ક્ષમતા ધરાવતું, ફેઝે તાઝુદીન બાબા-2 નામનું જહાજ ડૂબ્યુ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામનું ફેઝે તાઝુદીન બાબા-2 નામનું જહાજે જળ સમાધી લીધાની ઘટના સામે આવી છે. 1000 ટનની ક્ષમતા ધરાવતું તાઝુદીન બાબા-2 નામનું જહાજ મંગળવારે ખરાબ હવામાનને કારણે ઈરાન પાસેના દરિયાઈ વિસ્તારમાં ડૂબ્યું હતુ. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં 10 ખલાસીઓનો આબાદ બચાવ થયો છે.

ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રહેતા હસન કામસ ભોકલ નામના વેપારીનું 1000 ટનની ક્ષમતા ધરાવતું, છ કરોડની કિંમતનું ફેઝે તાઝુદીન બાબા-2 નામનું જહાજ ગત તા. 25 ડિસેમ્બરના રોજ મુન્દ્રા બંદરેથી ખાંડ ભરીને નિકળ્યું હતું.

આ જહાજ મંગળવારે સવારના સમયે ઈરાનના દરિયાઈ વિસ્તારમાં પહોંચ્યું ત્યારે ખરાબ હવામાનના કારણે ડૂબવા લાગ્યું હતું. તે સમયે જહાજમાં સવાર 10 ખલાસીઓને અન્ય લાઈફબોટ દ્વારા બચાવી લેવાયા હતા. ત્યારબાદ આ જહાજે દરિયામાં જળસમાધિ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...