દીકરીઓએ ડંકો વગાડ્યો:જામનગરની સજુબા ગર્લ્સ હાઇસ્કુલનું ઝળહળતું પરિણામ, બે વિદ્યાર્થિનીઓએ A1 ગ્રેડ તથા બેએ A2 ગ્રેડ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એવી સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કે જ્યાં 1200 વિદ્યાર્થિનીઓ વિનામુલ્યે શિક્ષણ મેળવે છે
  • પરમાર ક્રિષાએ 99.41 PR અને 600માંથી 559 ગુણ સાથે A1 ગ્રેડ મેળવ્યો
  • બેઝીક મેથ્સમાં કટેશિયા ધારા નામની વિદ્યાર્થિનીએ 100માંથી 100 ગુણ મેળવ્યા

જામનગરની એકમાત્ર સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કે જ્યાં ધો. 9થી 12માં બારસો જેટલી વિદ્યાર્થિનીઓ વિનામુલ્યે શિક્ષણ મેળવે છે એવી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થિનીઓનું માર્ચ-2022નું SSC પરીક્ષાનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. જેના પગલે સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થિનીઓમાં હર્ષની લાગણી છવાઈ છે.

છેલ્લાં 5 વર્ષમાં આવેલ પરિણામોમાં ચાલુ વર્ષે સર્વ શ્રેષ્ઠ પરિણામ મળતા આચાર્યા, સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીનીઓ આનંદની લાગણી અનુભવી છે. ધો. 10, ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, આર્ટસ તથા કોમર્સ એમ ત્રણેય પ્રવાહનું છેલ્લા પાંચ વર્ષમાં સર્વ શ્રેષ્ઠ પરિણામ શાળાએ મેળવ્યું છે. જેમાં વર્ષ 2022ના ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં પરિણામ 50% જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં પરિણામ 94.82%, ધો.10 માર્ચ-202માં પરિણામ 58.75% જ્યારે ધો.10 માં તાજેતરમાં આવેલ પરિણામ મુજબ 2 વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ અને 2 વિદ્યાર્થિનીઓએ A2 ગ્રેડ મેળવી શાળા તથા સમગ્ર જામનગરનું ગૌરવ વધાર્યું છે.

જેમાં પરમાર ક્રિષાએ 99.41 PR અને 600માંથી 559 ગુણ સાથે A1 ગ્રેડ, કટેશીયા ધારાએ 98.98 PR અને 600માંથી 551 ગુણ સાથે A1 ગ્રેડ મેળવી બેઝીક મેથ્સમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. જ્યારે પરમાર દીપ્તીએ 98.00 PR અને 600માંથી 537 ગુણ સાથે A2 ગ્રેડ તેમજ રાઠોડ ભુમિબાએ 91.87 PR સાથે 600માંથી 484 ગુણ મેળવી A2 ગ્રેડ મેળવી શાળા અને જામનગરનું ગૌરવ વધાર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...